ભાવનગરના લીંમડિયું વિસ્તારમાં આવેલ ઘોઘારોડ પોલીસ મથક સામેના કોમ્પલેક્ષના ર્પાકિંગમાંથી અધેવાડાના શ્રમજીવી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતે મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ઘોઘારોડ, લીંમડીયુ વિસ્તારમાં આવેલ ઘોઘારોડ પોલીસ મથક સામેના રાઇઝિંગ કોમ્પ્લેક્સના ર્પાકિંગમાંથી આધેવાડાના શ્રમજીવી યુવાન અરવિંદભાઈ જીવનભાઈ જાદવ ( ઉં.વ. ૩૦ ) નો મૃતદેહ મળી આવતા લોકો ટોળે વળ્યા હતા.
આ ઘટનાની જાણ થતા ઘોઘારોડ પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતક યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા અને મૃતકની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. મૃતકના ભાઈ હરેશભાઈએ થોડા દિવસ પહેલા તેના ભાઈને ઢોરમાર મરાયો હોવાનું પણ મીડિયાને જણાવ્યું હતું.
ઘોઘા રોડ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોટર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.