શહેરના ચીત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક મકાનની છત ઉપર છુપાવી રખાયેલી વિદેશી દારૂના ૭૬૮ ચપટા અને ૧૨૦ લીટર દેશી દારૂ મળી આવતા ક્રાઈમ બાંચે જપ્ત કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન બે શખ્સો ફરાર થયા હતા. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ પટેલની સુચના તળે એલસીબી અને પેરોલ ફ્લો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી આધારે હકીકત મળી હતી કે, સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા તથા ભરત ભુપતભાઇ માધર (રહે. બંને સોમનાથનગર, ચિત્રા, ભાવનગર)એ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં આશાપુરા પાન સેન્ટરની સામે આવેલ અવાવરૂ બંધ મકાનની ઉપર ધાબા ઉપર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. જે ઈંગ્લીશ દારૂનો જથ્થો હાલમાં ત્યાં મકાન પાસે પડેલ હોય અને એકટીવા સ્કુટરમાં પાછળના ભાગે ઝાલા લખેલ સ્કુટરમાં હેરફેર કરતાં હોવાની મળેલ બાતમી આધારે રેઇડ કરતાં બન્ને શખ્સ હાજર મળી આવેલ નહિ. આ મકાનેથી ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો ૧૮૦ સ્ન્ની બોટલ નંગ-૭૬૮ તથા દેશી દારૂ ભરેલ કોથળીઓ મળી આવતા બરામત કરી બન્ને શખ્સ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ- અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ પોલીસે ઇગ્લીશ દારૂનો જથ્થો તથા મોટર સાયકલ મળી રૂ.૧.૦૪ લાખનો મુદામાલ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.