રાજ્યના અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી હવામાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં વધતા જતા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. ગોતા વોર્ડમાં ગ્રીનનેટ, સેફટીનેટ તથા બેરીકેટ નહીં હોવાના મામલે ત્રણ ઓનગોઈંગ બાંધકામ સાઈટ તંત્ર દ્વારા સીલ કરાઈ હતી.રુપિયા ૧.૨૫ લાખનો દંડ વસુલ કરવા સાથે બાંધકામ સાઈટની રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે.
ગોતા વોર્ડમાં ઈરીડીયમ ઈન્ફ્રાસ્ટ્રકચર, અર્પણનગર, ઘાટલોડીયા, ધ એમ્પાયર, એસ.જી.હાઈવે, ગોતા તથા નિત્યમ લકઝુરીયા,અર્પણનગર, ઘાટલોડીયા આ ત્રણ બાંધકામ સાઈટને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે. ગોતા ડમરુ સર્કલથી કારગીલ થઈ હાઈકોર્ટ સુધીના તેમજ કેશવબાગથી માનસીથી જજીસ બંગલા સુધીના રસ્તા ઉપર બિનઅધિકૃત પાર્કીંગ ના થાય એ માટે ૬૧ રેસીડેન્સ તથા ૩૬૬ નોન રેસીડેન્સના માલિક,ચેરમેન,સેક્રેટરીને મ્યુનિ.તરફથી જાહેર નોટિસ અપાઈ છે.