ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એક વખત વીડિયો જાહેર કરીને ધમકી આપી છે. પન્નુનો આ વીડિયો અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપ ફાઇનલ સાથે જોડાયેલો છે. પન્નુએ ફરી એકવાર વીડિયોમાં ‘શટડાઉન વર્લ્ડ કપ’ જેવી વાતો કહી છે અને ગીધડ ધમકી આપી.
ખાલિસ્તાની આતંકી પન્નુએ અમદાવાદમાં રમાઇ રહેલા વર્લ્ડકપને લઇને વીડિયો જાહેર કર્યો છે અને એક વખત ફરી વીડિયોમાં તે ધમકી આપતા ‘શટડાઉન વર્લ્ડ કપ’ જેવી વાતો કરી રહ્યો છે. વીડિયોમાં પન્નુ 1984ના શિખ રમખાણ અને ગુજરાત રમખાણનો હવાલો આપતા શિખ અને મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આટલું જ નહીં આ વીડિયોમાં તે ગાઝાને લઇને ભારતના સ્ટેન્ડની ટિકાનો ખોટો પ્રચાર પણ કરી રહ્યો છે. આ સાથે જ તેની આડમાં ભારતના મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ પણ કરી રહ્યો છે.
આ વિડિયો જોઈને અને પન્નુની વાત સાંભળીને સુરક્ષા એજન્સીઓ RAW, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને NIAના દાવાઓની પુષ્ટિ થઈ રહી છે કે આતંકી પન્નુ ભારત વિરુદ્ધ ઝેરીલા વીડિયો જાહેર કરતો રહે છે. પન્નુ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના નિર્દેશો પર કામ કરી રહ્યો છે.