Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોમનાથના સાનિધ્યમાં પંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજથી પ્રારંભ

સોમનાથમાં ૧૯૫૫માં પ્રથમ મેળો માત્ર એક દિવસનો ભરાયો હતો

dharmendravaghela by dharmendravaghela
2023-11-22 11:28:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દેશના બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો તા ૨૨ નવેમ્બરથી ૨૬ નવેમ્બર સુધી યોજાશે. મેળાઅંગે અહીં સ્ટોલ્સ, રાઇડ્સને જગ્યા ફાળવી દેવામાં આવી છે.
પરંપરાગત મેળાની માહિતી આપતા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઈન્ચાર્જ જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. લોકમેળાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ૨૨મીએ સાંજના ૫.૩૦ કલાકે ઢોલ-શરણાઈ, પવિત્ર વેદમંત્રોચ્ચાર અને આતશબાજીની ધુમધડાકા સાથે પંચદિવસીય મેળાનું ઉદઘાટન થશે. આ વરસે સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો પવિત્ર ત્રિવેણી સંગમ પાસે આવેલા ગોલોકધામ મેદાનમાં યોજાશે.
મેળો પ્રથમ સોમનાથ મંદિર સાનિધ્યે યોજાતો હતો બાદમાં સોમનાથ સમુદ્ર બીચ ઉપર અને ત્યાર બાદ વર્ષ ૨૦૧૪ સુધી ગોલોકધામ અને વર્ષ ૨૦૧૫થી બાયપાસ ઉપર યોજાતો રહ્યો છે, પરંતુ આ વરસે તે સ્થળે હાઇવે બ્રીજનું કામ ચાલુ હોઇ તેનો સામાન પડેલો હોઇ ત્યાં યોજવો અશક્ય છે જેથી ફરી વર્ષ ૨૦૨૩માં ગોલોકધામ મેદાનમાં મેળો યોજાશે. અહીં મેળાના સ્ટોલ-પ્રદર્શન માટેની જગ્યાઓ ફાળવાઈ ગઈ છે.
સોમનાથમાં પ્રથમ મેળો ૧૯૫૫માં ભરાયો હતો. જે માત્ર એક દિવસનો જ હતો, પરંતુ એ પછી મેળાના દિવસો વધતા જ ગયા છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળે તા.૨૭-૦૨-૧૯૫૫ના રોજ કરેલા ઠરાવ મુજબ દર વરસે કાર્તિક પૂર્ણિમા મેળાનું આયોજન થાય છે. બે દિવસના મેળા બાદમાં ક્રમશ: ત્રણ દિવસ બાદ પાંચ દિવસનો મેળો યોજવામાં આવે છે. અપવાદરૂપે અહીં કોરોના કાળ અને ભારત-ચીન યુદ્ધ સમયે મેળો સદંતર બંધ પણ રહેલ હતો. જ્યારે વર્ષ ૨૦૧૯માં સંભવિત વાવાઝોડાનાં કારણે આઠ નવેમ્બરથી શરૂ થનારો મેળો મોડો એટલે કે ૧૧ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી તારીખ પાછી ઠેલી યોજાયો હતો. કાર્તિકી પૂનમની રાત્રિના ૧૨ વાગ્યે ભગવાન શિવની મહાપૂજા થાય ત્યારે ચંદ્ર મંદિરના શિખર ઉપર એવી રીતે ગોઠવાય છે જાણે ભગવાને ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો હોય. એક એવી માન્યતા છે કે કૈલાસ મહામેરુપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયના શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ ચન્દ્ર એવી વિશેષ રીતે પ્રકાશે છે.

Tags: gujaratkartik poonam meloSomnath mahadev
Previous Post

ઇઝરાયલે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

Next Post

ગૌતમ સિંઘાનિયા મને અને મારી દીકરીને ઢોરમાર મારે છે : રેમન્ડના માલિક પર પત્નીના ગંભીર આરોપ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ગૌતમ સિંઘાનિયા મને અને મારી દીકરીને ઢોરમાર મારે છે : રેમન્ડના માલિક પર પત્નીના ગંભીર આરોપ

ગૌતમ સિંઘાનિયા મને અને મારી દીકરીને ઢોરમાર મારે છે : રેમન્ડના માલિક પર પત્નીના ગંભીર આરોપ

ઘોલ માછલી ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર

ઘોલ માછલી ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.