Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

“હું ઠીક છું તમે સમયસર જમી લેજો.” 10 દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરે તેના માતાપિતા માટે સંદેશો મોકલાવ્યો

તમામ શ્રમિકોએ વોકી ટોકીમાં પોતાના પરિવારજનો માટે સંદેશો મોકલાવ્યો : રેસ્કયુમાં હજુ 2થી 3 દિવસ લાગશે

dharmendravaghela by dharmendravaghela
2023-11-22 12:01:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

“હું ઠીક છું મા. તમે સમયસર જમી લેજો.” 10 દિવસથી ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા 41 મજૂરોમાંથી એક મજૂરે તેના માતાપિતા માટે આ ખાસ સંદેશો મોકલાવ્યો હતો. તેની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. વિકટ પરિસ્થિતિમાં પોતાનો જીવ જોખમમાં મુકાયો હોવા છતાં પણ આ શ્રમિકે તેના પરિવારજનોની ચિંતા કરી હતી.
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 10 દિવસથી 41 શ્રમિકો ફસાયા છે. એન્ડોસ્કોપીક કેમેરાની મદદથી પહેલીવાર તેમની સ્થિતિના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તમામ મજૂરો સુરક્ષિત છે અને યુદ્ધના ધોરણે તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ટનલમાં ડ્રિલિંગ કરીને પાઇપલાઇન ઉતારવામાં આવી છે અને આ પાઇપલાઇન વડે એન્ડોસ્કોપીક કેમેરો ટનલની અંદર ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ વોકી ટોકી વડે શ્રમિકો સાથે રેસ્ક્યુ ટીમે વાતચીત કરી હતી.
તમામ શ્રમિકોએ વોકી ટોકીમાં પોતાના પરિવારજનો માટે સંદેશો મોકલાવ્યો હતો. પશ્ચિમ બંગાળના જયદેવ નામના એક શ્રમિકે ટીમને મેસેજ મોકલતા કહ્યું હતું કે મારે મારી માતાને કંઇક કહેવું છે. એ પછી તેણે બંગાળીમાં કહ્યું, “મા તમે મારી ચિંતા ન કરતા, હું ઠીક છું. પપ્પા અને તમે સમયસર જમી લેજો.” જયદેવની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકો ઇમોશનલ થઇ ગયા હતા.
સુરંગની અંદર શ્રમિકો સુધી કેમેરો પહોંચાડીને રેસ્ક્યુ ટીમે વારાફરતી શ્રમિકોને કેમેરા પાસે આવવાનું કહ્યું, જેથી આ ફૂટેજ તેમના પરિવારજનોને દેખાડી શકાય અને તેમને જાણ થાય કે શ્રમિકો સુરક્ષિત છે. ટનલની અંદર ફસાયેલા તમામ શ્રમિકો સાથે કોમ્યુનિકેશન સાધવા સક્ષમ હોવું એ રેસ્ક્યુ ઓપરેશનની મોટી સફળતા માનવામાં આવે છે.

Tags: tunnelUttar kashiworkeer message for mother
Previous Post

વર્લ્ડ કપમાં બન્યો નવો રેકોર્ડઃ સ્ટેડિયમમાં જઇને 12,50,307 દર્શકોએ જોઈ મેચો

Next Post

નેટ પ્રેક્ટિસ કરતા યુવાનને હાર્ટ એટેક આવતા મૃત્યુ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
હૃદયરોગના હુમલામાં ગુજરાત દેશમાં 3 નંબરે

નેટ પ્રેક્ટિસ કરતા યુવાનને હાર્ટ એટેક આવતા મૃત્યુ

ટ્રાફિક પોલીસના ચાર પોલીસકર્મીઓએ દિલ્હીના યુવકને ધમકાવી તોડ કર્યો

દિલ્હીના યુવક પાસેથી પડાવેલા 20 હજાર રૂપિયા તોડબાજોએ પરત કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.