વર્લ્ડકપ ફાઈનલ મેચની સુરક્ષામાં ચૂક મામલે PMO એક્શનમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં વર્લ્ડકપની મેચ દરમિયાન સુરક્ષામાં ચુક થઈ હતી અને એક ઓસ્ટ્રેલિયન ઈસમ સ્ટેડિયમમાં ઘૂસી વિરાટ કોહલીની નજીક પહોંચી ગયો હતો. જેને લઈ અમદાવાદ શહેર પોલીસ અધિકારીઓને ગાંધીનગરથી તેડું આવ્યું હતું. જે બાદ હવે છેક PMOથી આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
અમદાવાદમાં રમાયેલ વર્લ્ડ કંપની ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષામાં ચૂક મામલે PMO એક્શનમાં આવ્યું છે. વિગતો મુજબ મેદાનમાં પ્રવેશ કરનાર વેન જોનશનના મામલે PMOએ રિપોર્ટ માંગ્યો છે. PMO દ્વારા સુરક્ષામાં બેદરકારીને લઈને જવાબદાર અધિકારી અને ઓસ્ટ્રેલિયન યુવકની તપાસને લઈને માહિતી માંગી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ કમિશ્નર, PCB અને DCP કક્ષાના અધિકારીની જવાબદારીને લઈને રિપોર્ટ માંગ્યો છે.