Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુમાં એન્કાઉન્ટરમાં ચાર જવાન શહીદ : ત્રણ ઘાયલ

સરહદ પારથી ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડવાની પ્રવૃત્તિમાં વધારો

dharmendravaghela by dharmendravaghela
2023-11-23 12:09:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજૌરી જિલ્લાના બાજી વિસ્તારમાં બુધવારે સવારે ત્રાસવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેના એન્કાઉન્ટરમાં સૈન્યના ચાર અધિકારી શહીદ થયા હતા અને અન્ય ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. શહીદ થયેલા ચાર જવાનમાં બે કેપ્ટન અને એક હવાલદારનો સમાવેશ થાય છે.
દરમિયાન મંગળવારે રાતે શ્રીનગરના બેમિના વિસ્તારમાં પોલીસે શસ્ત્ર અને ગ્રેનેડના જથ્થા સાથે બે ત્રાસવાદીને ઝડપી પાડ્યા હતા. પૂંચ-રાજૌરી રેન્જના ડીઆઈજી (ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) હસીબ મુગલે કહ્યું કે મળેલી વિશ્ર્વસનીય બાતમીના આધારે પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમ દ્વારા બાજી માલ અયર વિસ્તારમાં ‘સર્ચ – અભિયાન’ હાથ ધરવામાં આવ્યું હતું. જેવી સંયુક્ત ટીમ શકમંદ સ્થળ પાસે પહોંચી કે ત્યાં સંતાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો અને સંયુક્ત ટીમ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો.
એન્કાઉન્ટર દરમિયાન સૈન્યના ચાર અધિકારી શહીદ થયા હતા. જયારે ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. અહીં બે ત્રાસવાદી હોવાની માહિતી સ્ત્રોતોએ આપી હતી. દરમિયાન શ્રીનગરના બેમિના વિસ્તારમાંથી સુરક્ષાદળોએ ત્રાસવાદી જૂથ સાથે સંકળાયેલા બે શકમંદ વ્યક્તિને મંગળવારે રાતે ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી બે પિસ્તોલ અને ૧૦ ગ્રેનેડ કબજે કર્યા હતા. શકમંદોની પૂછપરછ થઈ રહી છે તેવી માહિતી અધિકારીઓએ આપી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં શિયાળાની સાથે હિમવર્ષાની શરૂઆત થતાં પાકિસ્તાની લશ્કર દ્વારા સરહદ પારથી ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડવાની પ્રવૃત્તિમાં વધારો થાય છે. પાકિસ્તાનના લશ્કર દ્વારા અવારનવાર શસ્ત્રવિરામ પણ કરાતો રહે છે.

Tags: encounterJ&Krajouri
Previous Post

સાંસદો હવે તેના પીએને પણ OTP અને પાસવર્ડ નહીં આપી શકે

Next Post

સોશ્યલ મીડીયા કલ્ચરમાં આવશે ‘સ્પીડ-બ્રેકર’ : સરકારની ડ્રાફટ નીતિ તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સોશ્યલ મીડીયા કલ્ચરમાં આવશે ‘સ્પીડ-બ્રેકર’ : સરકારની ડ્રાફટ નીતિ તૈયાર

સોશ્યલ મીડીયા કલ્ચરમાં આવશે ‘સ્પીડ-બ્રેકર’ : સરકારની ડ્રાફટ નીતિ તૈયાર

નેશનલ પેન્શન સ્કીમમાં ઉપાડના 60 ટકાથી વધારીને 100 ટકા કરવાની તૈયારી

નેશનલ પેન્શન સ્કીમમાં ઉપાડના 60 ટકાથી વધારીને 100 ટકા કરવાની તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.