કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને મુશ્કેલીમાં છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈને નોટિસ ફટકારી છે. આ નોટિસનો જવાબ આપવા માટે રાહુલ ગાંધીને 25 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
પીએમ મોદી પર તેમની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. પંચ દ્વારા રાહુલ ગાંધીને નોટિસ ફટકારવામાં આવી છે. કોંગ્રેસ નેતા પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે. રાહુલને જવાબ આપવા માટે 25 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ રાહુલ ગાંધીએ પીએમ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. રાહુલે રાજસ્થાનમાં ચૂંટણી ભાષણમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ ‘પનોતી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.