ભાવનગરમાં મહાપાલિકા તંત્ર દ્વારા કમિશ્નર ઉપાધ્યાય અને ડે. કમિશ્નર બ્રહ્મભટ્ટની ઉપÂસ્થતી અને માર્ગદર્શન તળે આજે બીજા દિવસે ઘોઘારોડના મંત્રેશ કોંમ્પ્લેક્ષથી ટોપ-થ્રી સર્કલ સુધીના રીંગ રોડ પર સંકલીત સફાઈ હાથ ધરાઈ હતી જેમાં સોલીડ વેસ્ટ વિભાગ ઉપરાંત વોટર વર્કસ, ડ્રેનેજ, રોશની, પશુ ત્રાસ નિયંત્રણ સહિતના વિભાગોએ જાડાઈ લગત કામગીરી કરી હતી. ૪૦ સફાઈ કર્મચારીઓ, ત્રણ જેસીબી, બે ટ્રક, બે ડમ્પર અને એક ક્રેઈન વગેરે સાધનો દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી.
જ્યારે રસ્તા પર ગેરકાયદે ખડકાયેલ કાઉન્ટર, લારી, કેબીન તથા ડીવાઈડર વચ્ચે જડવામાં આવેલ બોર્ડ-પાટીયા વિગેરે મળી ત્રણ ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો હતો. કોર્પોરેશનને પ્લોટમાં માંડવો નાખી વેપાર ધંધો શરૂ કરાયો હતો જે જપ્ત લેવાયેલ. શ્રીજી પાર્ટી પ્લોટની સામે કોર્પોરેશનના પ્લોટમાં ૧૫ ઝુપડા ઉભા કરાયા હતા. તે જપ્ત લેવાયા હતા. જ્યારે ટ્રાફીકને અડચણ રૂપ બને તે રીતે જાહેર રોડ પર પાર્ક થયેલ પાંચ ડમ્પર, ચાર લકઝરી બસ, અને ત્રણ ટ્રેકટરને લોક મારી કુલ રૂપીયા ૩૦ હજાર દંડ વસુલવામાં આવ્યો હતો. કોર્પોરેશનની સ્ટ્રીટ લાઈટના પોલ પર કેબલ કનેકશનના વાયર દોડાવાયા હતા તે કાપી નાખી જપ્ત લેવાયા હતા. જ્યારે જાહેર રસ્તાઓ અને નાળાઓની સઘન સફાઈ કરાઈ હતી. પશુ ત્રાસ નિયંત્રણ વિભાગે ૧૮ જેટલા રખડતા ઢોર અને કેટલાક શ્વાન-કુતરાઓને પણ પકડી પીંજરે પુર્યા હતા.