મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ 3 ડિસેમ્બર રવિવારે આવવાના છે. આ દિવસે નક્કી થશે કે રાજ્યમાં ભાજપની સરકાર રહેશે કે પછી કોંગ્રેસ સત્તામાં પરત ફરશે. પરંતુ, પરિણામ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને પૂર્વ સીએમ કોંગ્રેસ નેતા કમલનાથે પોતાના ટિવટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. એવું જોવા મળે છે કે કેટલાક લોકો સ્ટ્રોંગ રૂમમાંથી પોસ્ટલ વોટ કાઢીને ગણતરી કરતા જોવા મળી રહ્યા છે.
વીડિયો બાલાઘાટથી જણાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે બાલાઘાટના કલેક્ટર ડો.ગિરીશકુમાર મિશ્રાએ સ્ટ્રોંગ રૂમમાંથી પોસ્ટલ મતો કાઢીને પોસ્ટલ મતોની હેરાફેરી કરી છે. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે, આ કૃત્યમાં સામેલ બાલાઘાટના કલેક્ટર ગિરીશ કુમાર મિશ્રા સહિત કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.