દેશમાં પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીના પરિણામો આ સપ્તાના અંતે આવશે અને તે આગામી વર્ષ યોજાનારી લોકસભા ચૂંટણીના ચિત્ર પર અસર પાડે તેવી ધારણા છે તથા 2024થી લોકસભા ચુંટણી અર્થતંત્ર માટે પણ બની રહેશે તે સમયે નાણામંત્રી નિર્મલા સીતારામને દેશના રોકાણકારોને કોઈ ગભરાટ નહી રાખવા જણાવતા ઉમેર્યુ કે 2024ની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુમતી સાથે ફરી સતા પર આવશે.
ઈન્ડીયા ગ્લોબલ ફોરમની એક વર્ચ્યુઅલ બેઠકને સંબોધન કરતા નાણામંત્રીએ જણાવ્યું કે સરકાર સીસ્ટમમાં બદલાવ માટે પ્રતિબદ્ધ છે. જેથી ભારતનો વિકાસ વધુ ઝડપી બની રહેશે. વૈશ્ર્વિક તથા દેશના રોકાણકારોએ 2024ની ચુંટણી અંગે કોઈ ગભરાટ રાખવાની જરૂર નથી.
સીતારામને જણાવ્યું કે ચુંટણીઓ નજીક હોય તો રોકાણકારોની ચિંતા વધે તે સ્વાભાવિક છે અને હું તે સમજી શકું છું પણ અહીથી હું અને અન્ય અનેક લોકો ભારતના અર્થતંત્રને નિહાળી રહ્યા છીએ. રાજકીય વાતાવરણ પણ નિહાળી રહ્યા છે અને તેમાં જમીન પરની વાસ્તવિકતા પણ થઈ છે જે આજે પ્રવર્તી રહી છે. તેઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ચુંટણી જીતીને સતા પર આવી રહ્યા છે અને તે પણ સારી બહુમતીથી જીતશે. તેઓએ કહ્યું કે મોદી સરકારે દરેક લોકોની જીંદગી અને દરેક ક્ષેત્રમાં બદલાવ માટે પ્રારંભ કર્યો છે.આ એ સરકાર નથી કે કોઈ એક યા બીજા માટે કામ કરે આ તમામ માટે કામ કરનારી સરકાર છે.
રોજગાર ક્ષેત્રનો ઉલ્લેખ કરતા નિર્મલા સીતારામને જણાવ્યું કે સરકારે 10 લાખ યુવાઓને આ ડિસેમ્બર માસ સુધીમાં રોજગાર પુરા પાડશે અને દર મહિને રોજગાર મેળા યોજાશે. તેઓએ ઈઝરાયેલ-ગાઝા ઘર્ષણની અસર અંગે કહ્યું કે ભારત મીડલઈસ્ટ- યુરોપ કનેકટીવીટી એ લાંબાગાળાનો પ્રોજેકટ છે તેને એક કે બે ઘટનામાં અસર કરશે નહી. સીતારામને કહ્યું કે ભારત તેની સામેના જે પડકારો છે તેથી તેની જ ક્ષમતાથી ઉપાડીને હાલ કરવા શક્તિમાન છે.