જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં શેર-એ-કાશ્મીરી યૂનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી (SKUAST)ના સાત કાશ્મીરી વિદ્યાર્થીને 19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતને વર્લ્ડકપમાં હરાવ્યા પછી ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા સાથે ઉજવણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.વિદ્યાર્થીઓની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ એક કડક કાયદો છે જે ખાસ કરીને આતંકી ઘટના મામલે લાગુ કરવામાં આવે છે.
એક રિપોર્ટ અનુસાર આ સાતને એક ગેર કાશ્મીરી વિદ્યાર્થીની ફરિયાદ પછી એક હોસ્ટેલમાં ઉજવણી કરવાના કેટલાક દિવસ પછી ઉઠાવવામાં આવ્યા હતા. ગેર કાશ્મીરી વિદ્યાર્થીએ તે સમયે ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે તેને કેટલાક અન્ય લોકોના ફટાકડા ફોડીને ઉજવણી કરવા પર આપત્તિ વ્યક્ત કરી હતી. પોલીસે ધરપકડ કરવામાં આવેલા લોકોની ઓળખ તૌકીર ભટ, મોહસીન ફારૂક વાની, આસિફ ગુલજાર વાર, ઉમર નજીર ડાર, સૈયદ ખાલિદ બુખારી, સમીર રાશિદ મીર અને ઉબેદ અહેમદના રૂપમાં કરી છે. UAPA જામીનની કડક શરતો ધરાવે છે અને આ કાયદા હેઠળ પકડાવવા પર શંકાસ્પદો માટે નીચલી કોર્ટમાંથી રાહત મેળવવી આસાન નથી હોતી.
જમ્મુ કાશ્મીરના સીનિયર પોલીસ અધિકારીઓએ સચોટ આધાર જણાવવાનો ઇનકાર કર્યો કે આ ઘટનામાં યુએપીએ લગાવવામાં આવ્યો હતો. પોતાની ફરિયાદમાં ગેર કાશ્મીરી વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો કે જોરદાર ઉજવણી ‘જીવે જીવે પાકિસ્તાન’ના નારા અને ધમકીઓએ જમ્મુ કાશ્મીરની બહારથી આવતા લોકોમાં ડર ઉભો કર્યો છે. ફરિયાદ કરનાર કૃષિ યૂનિવર્સિટીમાં પશુ ચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલનનો અભ્યાસ કરી રહ્યો છે. તે અન્ય રાજ્યના કેટલાક વિદ્યાર્થીમાંથી એક છે.