ઇડરમાં એક ચીટ ફંડ કંપનીનું ઉઠમણું થયું છે. ઇડરમાં એલીગ્લોબલ ચીટ ફંડ કંપનીના સંચાલકો 371 લોકોના 91.36 લાખ લઇને ફરાર થઇ ગયા છે. આ મામલે ઇડર પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ઇડરમાં ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટના નામે એજન્ટ બનાવીને તગડું વ્યાજ આપવાની લાલચો આપતી એક ચીટ ફંડ કંપનીનું ઉઠમણું થયું છે. એલીગ્લોબલ માઇક્રો ફાઇનાન્સ અને એલીગ્લોબલ મ્યુચ્યુઅલ બેનીફીટ નામની કંપનીઓ લોકોને એજન્ટ બનાવીને તગડું વ્યાજ આપવાની લાલચ આપતી હતી. આ લાલચમાં ઇડર અને તેની આસપાસના ગામના લોકો આવી ગયા હતા. ઇડરમાં ચીટ ફંડ કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ થયા બાદ ઓફિસને તાળું મારીને સંચાલકો ફરાર થઇ ગયા હતા. ઇડર અને તેની આસપાસના ગામના 371 લોકોના 91.36 લાખનું ઉઠમણું થતા ઇડર પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.