ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે શહેરના મોતીતળાવથી વીઆઇપી અને કણબીના મોક્ષધામ તરફના વિસ્તારને આવરી લઇ સંકલિત સફાઇ હાથ ધરવામાં આવી હતી. જાહેર રોડ પર અલંગના ડેલા ધારકોએ માલ-સામાનનો ખડકલો કરી દઇ દબાણ કરતા સફાઇમાં વિÎનરૂપ બનતા હોવાથી તંત્રએ સફાઇની સાથોસાથ દબાણોનો પણ સફાયો કર્યો હતો જેના પગલે દબાણ કરતા તત્વોમાં સોપો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પૂર્વે તંત્ર વાહકોએ મોતીતળાવ વિસ્તારમાંથી ટ્રકો ભરી ભરીને માલ-સામાન જપ્ત કરેલ પરંતુ પેનલ્ટી વસૂલીને છોડી મુકવામાં આવેલ. આજે ફરીથી અલંગના ડેલા ધારક સહિતના દબાણકર્તા તત્વો તંત્રની ઝપટે ચડી ગયા હતાં.
મ્યુ. કમિશનર ઉપાધ્યાયના નેતૃત્વમાં આજે મહાપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત મોતીતળાવથી વીઆઇપી અને ત્યાંથી કણબીના સ્મશાન તરફના રસ્તે સવારે ૭.૩૦ વાગ્યાથી સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં નદી-નાળા, વોકળા અને જાહેર ક્ષેત્રોની ગંદકી દૂર કરી કચરો એકત્ર કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ આ રસ્તા પર અલંગના ભંગારના ડેલાઓ આવેલા છે જેઓ દ્વારા જાહેર રસ્તા પર માલ-સામાનનો ખડકલો કરી દઇ લાંબા સમયથી વેપલો થઇ રહ્યો છે આથી આજે તંત્રએ કડકાઇ હાથ ધરી ગેરકાયદે ખડકાયેલ માલ-સામાન જપ્ત લેવા ઓપરેશન હાથ ધર્યું હતું અને ચાર ક્રેઇન, ત્રણ જેસીબી, આઠ જેટલા ટ્રેક્ટર, ચાર ટ્રેક્ટર વિગેરે સાધનો કામે લગાડ્યા હતાં. કમિશનર ઉપાધ્યાય, આસિ. કમિશનર ફાલ્ગુન શાહ સહિતના તંત્રવાહકોની નિગરાની તળે એક પછી એક ડેલા ધારકોનો સામાન જપ્ત કરીને ટ્રકો ભરી ભરીને નવાપરા તરફ રવાના કરાયા હતાં.
આમ મોતીતળાવમાં સંકલિત સફાઇમાં ગંદકીની સાથો સાથ દબાણોનો પણ સફાયો થયો હતો. તંત્રની કડક કાર્યવાહીને પગલે સ્થાનિક વેપારીઓમાં ઉહાપોહ મચ્યો હતો. એક વેપારીએ તંત્રવાહકો સાથે જીભાજાડીમાં ઉતરી પડતા મામલો ગરમાયો હતો. જા કે, તંત્રવાહકોએ નમતું નહીં જાખી અને દબાણ કરીને ખડકાયેલ દરેક સામાન જપ્ત કરવાનું યથાવત રાખ્યું હતું. આજે બપોર સુધીમાં આઠથી વધુ ટ્રક અને ચાર ટ્રેક્ટર ભરીને લોખંડનો ભંગાર અને માલ-સામાન તંત્રએ જપ્ત લીધો હતો જેમાં શિપ-જહાજમાં વપરાતા હેવી વાલ્વ, સાપટીંગ, જનરેટર તેમજ દરવાજા, બારી-બારણા, પટારા, ટાંકા સહિતની ચીજવસ્તુનો સમાવેશ થાય છે. કોર્પોરેશનની સંકલિત સફાઇ કામગીરીમાં સિટી એÂન્જનીયર સી.સી. દેવમુરારી, રોશની વિભાગના ના.કા.ઇ., ગાર્ડન સુપ્રિ., સબંધિત વોર્ડના એસ.આઇ. તથા નોડલ ઓફિસર તેમજ દબાણ હટાવ સેલના સુરેન્દ્રસિંહ રાણા અને તેની ટીમ વિગેરે જાડાયા હતાં.
દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન જપ્ત કરાયેલા સામાનથી કોર્પોરેશનની એક પછી એક સાઇટો થઇ ભરચક
મહાપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી શહેરમાં કડક કાર્યવાહી સાથે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં કેબીન, લારી, ટેબલ-ખુરશી અને અન્ય માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો છે. વ્યાપક જપ્તીના કારણે મહાપાલિકાની એક પછી એક સાઇટો ભરાઇ ગઇ છે જેમાં મોતીબાગ ટાઉનહોલ, નિર્મળનગર, માણેકવાડી ઢોરનો ડબ્બો અને પ્રભુદાસ ફાયર સ્ટેશનમાં હાલ જપ્ત કરાયેલો સામાન રાખવામાં આવ્યો છે. આ દરેક સાઇટ પર હવે જગ્યા નહીં રહેતા આજે મોતીતળાવની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન જપ્ત કરાયેલ માલ-સામાન અને ભંગારને આજે નવાપરા Âસ્થત મહાપાલિકાના ડેલામાં ખસેડવામાં આવ્યો હતો.