આવકવેરા  વિભાગ બેનામી એકટ હેઠળની કાર્યવાહી દરમિયાન અત્યા ર સુધી કરદાતાની જમીન-મકાન જેવી મિલકતોની માલિકી પર ખાસ ધ્યા ન આપતો હતો. પરંતુ હવે વિભાગ કરદાતાની ગાડીઓ અને બેંકલોકર જેવી ચલ સંપત્તિ પર પણ વોચ રાખે છે, અને સર્ચ જેવી કાર્યવાહીમાં કરદાતા પાસે તમામ માહિતી મેળવી તેનુ ક્રોસ વેરિફિકેશન પણ શરૂ કરી દીધુ છે.
સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ આવકવેરા ચુકવવો ન પડે તે માટે કેટલાક લોકો જમીન, મકાન, ગાડી સહિતની મિલકતો પોતાના દૂરના સગા સંબંધીઓ કે અન્યી લોકોના નામે ખરીદી કરે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આવકવેરા વિભાગે બેનામી એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને જો શંકા જાય તો સંપતિના મુળ માલિક સુધી પહોંચી જાય છે. સુરત આવકવેરા વિભાગે પણ થોડા દિવસો પૂર્વ કેટલાક કેસોમાં બેનામી એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. જેમાં મીત કાછડિયાના ૨૦૪ કરોડ રૂપિયાના હીરા જપ્ત -મકાન જેવી મિલકતો પર વિશેષ ધ્યાવન આપવામાં આવતુ હતું. પરંતુ હવે આવકવેરા વિભાગે સર્ચની કાર્યવાહી દરમિયાન કરદાતાની ગાડીની માલિકી કોની છે અને જેના નામ પર ખરીદવામાં આવી છે તે આવકવેરાના રિટર્નમાં કેટલી આવક બતાવે છે. તે સહિતની તમામ બાબતોની તપાસ કરવામાં આવે છે., થોડા દિવસો પહેલા જ એક કેસમાં કરદાતાએ તેને ત્યાંર નોકરી કરનારાના નામે ગાડી ખરીદી હતી. આ બાબત સાબિત થઇ જતા વિભાગે તેની સામે બેનામી એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. આ રીતે જ અન્યજના નામે બેંક લોકર ખોલાવી તેમાં કરોડોની જ્વેનલરી અને રોકડ મુકનારા સામે પણ બેનામી એકટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
			

                                
                                



