આજે ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપનો અનુભવ થયો છે. તો દેશમાં કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દેશમાં એક સાથે ચાર સ્થળોએ ભૂકંપના આંચકા આવતા લોકો ચિંતામાં મુકાયા છે.
આજે ગુજરાત સહિત ભારતના ચાર સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં કચ્છમાં ધરતીકંપનો અનુભવ થયો છે. તો દેશમાં કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
દેશમાં દિવસે દિવસે ભૂકંપની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. આજે ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં વહેલી સવારે 9 કલાકે કચ્છના રાપરમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની માહિતી છે તો મેઘાલયના શિલોંગમાં 3.8, કર્ણાટકના વિજયપુરમાં 3.1, તમિલનાડુ ચેંગલપચટ્ટમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ગુજરાતમાં કચ્છની સાથે રાજકોટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધરતીકંપના કારણે કચ્છ અને રાજકોટમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આંચકા બંધ થયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો. તીવ્રતા ઓછી હોવાના કારણે એકપણ જગ્યાએ જાનહાનીના સમાચાર નથી.