ગુજરાતમાં શિયાળો હવે ધીમે ધીમે પકડ મજબૂત બનાવી રહ્યો છે અને રાજ્યમાં ઠંડાં રહેવામાં અવલ્લ સ્થાને રહેતું નલિયા 9.2 ડિગ્રીએ ઠર્યું હતું. અમદાવાદમાં 2022ના જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું 7.6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ પહેલાં 24 જાન્યુઆરી 2022ના રોજ અમદાવાદમાં સૌથી નીચું 6.7 ડીગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આવતા મહિને જાન્યુઆરી 2024માં અમદાવાદમાં ઠંડીનો પારો 12 ડીગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર યથાવત્ રહેશે.