ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસને સરેન્ડર કરી દેવાની ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે હવે પેલેસ્ટિની સમૂહનો અંત નજીક છે. ઉલ્લેખનીય છે કે ગાઝા પટ્ટીમાં યુદ્ધ શરૂ થયાને બે મહિનાથી વધુ સમય વીતી જવાં છતાં હજુ યુદ્ધની સ્થિતિ યથાવત્ છે.
નેતન્યાહૂએ ચેતવણી આપતા કહ્યું કે યુદ્ધ હજુ પણ ચાલુ જ છે પણ હમાસના અંતની શરૂઆત થઈ ચૂકી છે. હું હમાસના આતંકીઓને કહેવા માગુ છું કે આ ખતમ થઇ ગયું છે. ગાઝા પટ્ટીમાં હમાસનો પ્રમુખ યાહ્યા સિનવાર માટે ન મરશો. હવે આત્મસમર્પણ કરી દો. ગત છેલ્લા કેટલાક દિવસોથી ડઝનેક હમાસ આતંકીઓઅ અમારી સેના સામે આત્મસમર્પણ કર્યું છે.