મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. મોહન યાદવ ઓબીસી વર્ગમાંથી આવે છે. મધ્યપ્રદેશમાં બે ડેપ્યુટી સીએમ – જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા હશે તેમજ નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે. 13 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. નરેન્દ્ર સિંહ તોમર મોરેના જિલ્લાની દિમાની સીટના ધારાસભ્ય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી.