Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શૅરબજારમાં માર્ચ, ૨૦૨૪થી ટીપ્લસઝીરો સેટલમેન્ટ

તબક્કાવાર ઈન્સટન્ટ સેટલમેન્ટ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ લાવવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-18 11:19:54
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય શેરમાર્કેટમાં રોકાણકારોનો ધસારો દિવસેને દિવસે નવા આયામ સર કરી રહ્યો છે ત્યારે હવે નિયામક સંસ્થા સેબી પણ બજારમાં ધરમૂળથી પરિવર્તન લાવવા કટિબદ્ધ બની છે. સેબીની બોર્ડ મીટિંગમાં અનેક મુદ્દાઓ અંગે ચર્ચા થઈ છે અને અનેક મુદ્દાઓ પર દૂરંદેશી નિર્ણયો લેવાયા છે.
સેબીએ એક ક્રાંતિકારી નિર્ણય લેતા દેશમાં આગામી વર્ષથી ટીપ્લસઝીરો સેટલમેન્ટની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ટીપ્લસ ઝીરો સિસ્ટમ એટલે કે તે જ દિવસે શેરની સેટલમેન્ટ દેશમાં માર્ચ, ૨૦૨૪ સુધીમાં લાગુ થઈ શકે છે. સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે જણાવ્યું હતું કે આ માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. તબક્કાવાર ઈન્સટન્ટ સેટલમેન્ટ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ લાવવામાં આવશે અને બંને એકસાથે સમાંતર ચાલશે. બુચે જણાવ્યું હતું કે બ્રોકર્સે તાત્કાલિક સેટલમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નિકલ માર્ગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જ્યાં વચગાળાના પગલામાં એક કલાકનો વિલંબ પણ ન થવો જોઈએ, પરંતુ ટીપ્લસઝીરોથી સીધા જ જવું પડશે.
ટીપ્લસઝીરો સેટલમેન્ટની માર્ચથી શરૂઆતના બીજા વર્ષથી લગભગ ઈન્સટન્ટ સેટલમેન્ટની પણ વ્યવસ્થા ભારતીય શેરબજારમાં લાગુ થશે. અત્રે નોંધનીય છે કે ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં ટીપ્લસવન સેટલમેન્ટ સિસ્ટમ અપનાવી હતી, જ્યાં ટ્રેડના બીજા દિવસે પતાવટ કરવામાં આવે છે.
જો કે અમુક માર્કેટ પાટસિપન્ટસે સેબીના લક્ષ્યાંક પર સવાલ ઉભા કરતા કહ્યું હતુ કે ટીપ્લસવન માં જ હજી વિદેશી રોકાણકારો સેટલ થયા નથી ત્યારે હવે નવો મુસદ્દો અનેક સમસ્યા સર્જશે. અગાઉ ટીપ્લસટુ કે ટીપ્લસથ્રી સેટલમેન્ટમાં ડોલરને રૂપિયામાં ક્ધવર્ટ કરવા એકાદ દિવસનો સમય મળતો હતો પરંતુ હવે ટીપ્લસવનમાં વિદેશી રોકાણકારોએ સોદાના એક દિવસ પહેલા ભારતીય રૂપિયામાં ડોલર ક્ધવર્ઝન કરાવવું પડે છે તેથી આગામી સમયમાં ટીપ્લસઝીરો કે ઈન્સટન્ટ સેટલમેન્ટમાં પારાવાર સમસ્યા ફોરેન ફંડ ફ્લોને અસર કરી શકે છે.
સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ નિયમોમાં સુધારામાં વિલંબમાર્કેટ રેગ્યુલેટર બોર્ડ મીટિંગમાં આ સિવાય સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ નિયમોને મંજૂરી આપે તેવી અપેક્ષા હતી. સેબીએ આ અંગે ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ક્ધસલ્ટેશન પેપર બહાર પાડયું હતું.
ક્ધસલ્ટેશન પેપરમાં જણાવાયું હતું કે લિસ્ટેડ ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીઓ જો તેઓ પોતાની જાતને સ્ટોક એક્સચેન્જમાંથી ડીલિસ્ટ કરવા માગતા હોય તો તેમણે સાચી ઈન્ટરલ વેલ્યુ પ્રદાન કરવી પડશે પરંતુ દરેકની અપેક્ષાઓથી વિપરીત, સેબીએ સૂચિત ડીલિસ્ટિંગ નિયમોને મંજૂરી આપી નહોતી. બુચે કહ્યું કે ડીલિસ્ટિંગ નિયમોને મંજૂરીના અંતિમ નિર્ણય લેતા પહેલા સેબી વધુ ડેટાનું મૂલ્યાંકન કરશે, હાલના ડેટા અપૂરતા છે.રિટેલ રોકણકારોએ ગાડરિયા પ્રવાહમાં જોડાવું ના જોઇએઆજકાલ શેરબજારમાં સતત નવી કંપનીઓ આવી રહી છે.
રોકાણકારોમાં કંપનીઓના પ્રારંભિક પબ્લિક ઓફર્સ (આઈપીઓ)માં રોકાણ કરવા માટે પણ દોડધામ ચાલી રહી છે. ગાડરિયો પ્રવાહ બજારમાં વહી રહ્યો છે. માત્ર ૨૦થી ૨૪ નવેમ્બરના અઠવાડિયામાં રોકાણકારોએ બજારમાં આવેલ ૫ાંચ જાહેર ભરણામાં ૭૦૦૦ કરોડની આસપાસની અંદાજિત જરૂરી રકમ સામે રૂ. ૨.૬૦ લાખ કરોડથી વધુનું રોકાણ નાના-મોટા રોકાણકારોએ કર્યું હતું.

Tags: indiasebiT+0 setalment from march 2024
Previous Post

‘જાલી નોટ’ ફેમ ઢસાના સાધુ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ

Next Post

આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર

આસામ ઐતિહાસિક કદમ ઉઠાવવા તૈયાર

હવે કોઈ શક્તિ કલમ 370 પાછી લાવી શકે નહીં – મોદી

હવે કોઈ શક્તિ કલમ 370 પાછી લાવી શકે નહીં - મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.