કોલોરાડો સુપ્રીમ કોર્ટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન બંધારણ હેઠળ વ્હાઇટ હાઉસ માટે અયોગ્ય જાહેર કર્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઇટ હાઉસની રેસમાં મુખ્ય દાવેદાર છે. ઇતિહાસમાં પ્રથમ વખત 14માં સંશોધનની કલમ 3નો ઉપયોગ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને અયોગ્ય ઠેરવવા માટે કરવામાં આવ્યો છે.
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, કોર્ટના બહુમતનું માનવું છે કે ટ્રમ્પ 14માં સંશોધનની કલમ 3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 6 જાન્યુઆરી, 2021માં તેમના સમર્થકો દ્વારા યૂએસ કેપિટલ હિલ પર હુમલામાં પોતાની ભૂમિકાને કારણે આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોલોરાડોમાં મતદાનમાં સામેલ થઇ શકતા નથી, રાજ્યની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.
કોલોરાડોની સર્વોચ્ચ અદાલતે એક જિલ્લા કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પે 6 જાન્યુઆરી 2021માં કેપિટલ હિલ પર હુમલામાં પોતાની ભૂમિકા માટે વિદ્રોહ કરાવ્યો હતો પરંતુ તેમણે મતદાન કરતા રોકી નથી શકાતા કારણ કે આ સ્પષ્ટ નહતું કે આ જોગવાઇનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ પદને કવર કરવાનો હતો.