કોવિડ ફરી નવા વેરીએન્ટ સાથે આવી ગયો છે. જો કે તે ‘ખતરનાક’ નથી તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે પણ કોરોનાનો પ્રથમ બે લહેરમાં જેઓ જીવન બચાવવામાં સફળ રહ્યા તેઓમાં કરોડો લોકો લોંગ કોવિડની સ્થિતિનો ભોગ બન્યા છે. મતલબ કે કોવિડે તેના શરીરની કોઈને કોઈ સિસ્ટમ નબળી પાડી છે.
હાલમાં જ જે રીતે હૃદયરોગ કે કાર્ડિયાક એરેસ્ટથી સતત વધુને વધુ મૃત્યુ થઈ રહ્યા છે તેમ કોવિડ કે વેકસીનની કોઈ ભૂમિકા હોવાની શકયતા નકારાતી નથી હવે એક ટીનએજરનો અવાજ જ અચાનક બંધ તબીબોએ તેમાં કોવિડની ભૂમિકા કારણ દર્શાવે છે. ‘વોકલ-કાર્ડ’ જે આપણે સ્વરપેટી તરીકે ઓળખીએ છીએ તેના પર કોવિડની અસર થતા અવાજ ચાલ્યો જાય છે. બ્રિટનમાં એક જવલ્લે જ બનતા તબીબી કેસમાં એક તંદુરસ્ત ટીનએજ ગર્લ ને કોવિડની અસર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને થોડા જ કલાકોમાં ઈન્ફેકશનના કારણે તેને સ્વરપેટી પણ પેરેલાઈઝ થઈ ગઈ હતી જેના કારણે તેનો ‘અવાજ’ ચાલ્યો ગયો.
તબીબોની ચકાસણી તથા ટેસ્ટ બાદ એ નિદાન થયું છે. ટીન એજ ને ટ્રેચોસ્ટ્રોમી- સર્જરીની જરૂર છે. આ સર્જરીમાં સ્વરપેટી જે રીતે શ્ર્વાસની આવન-જાવન સપોર્ટ કરે છે અને તેના આધારે અવાજ બને છે તેમાં વિન્ડપાઈપ નામની કુદરતી રચના હતી તે ઈન્ફેકશનનો શિકાર બની હતી જે રીતે ફેફસામાં કોવિડના સંક્રમણની અસર થાય છે. તેના જેવી આ અસર હતી જેના કારણે વોકલ કોડ (સ્વરપેટી) પેરેલાઈઝ થઈ હતી.
તબીબોએ તેમાં સંક્રમણ દુર કર્યુ અને સપોર્ટ સીસ્ટમ જેવી સુક્ષ્મ નળી પણ મુકી જે શ્વાસની અવરજવર વધુ સરળ બને છે અને તેનો અવાજ પરત આવ્યો. કોવિડ વાયરલ એ ન્યુરોલોજીકલ કોમ્પ્લીકેશન એટલે કે આપણા નર્વસ સિસ્ટમ છે તેને પણ અસર કરે છે. જે કામચલાવ માથાના દુખાવો, અંગો જકડાઈ જવા વિ. સમસ્યા છે. હાર્વર્ડ મેડીકલ સ્કુલના માસ આઈ એન્ડ ઈયર વિભાગના ડો. ડેનીઅલ લાચે અને કિસ્ટોસ્ટ હાર્નિક કહે છે કે આ રીતે વોકલ કોડ પેરાલીસીસ થવી એ વધુ એક ન્યુરોલોજીકલ અસર હોઈ શકે છે.