Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિટ એન્ડ રનના નવા કાયદાની સામે ડમ્પર-ટ્રક ડ્રાઈવરોની હડતાળ

ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ : પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈનો

dharmendravaghela by dharmendravaghela
2024-01-02 12:24:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ. આ માંગને લઈને ગુજરાતથી લઈને દિલ્હી સુધી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ટ્રક ચાલકોએ દિલ્હી-હરિયાણા, યુપી, મુંબઈ સહિત અનેક જગ્યાએ પોત-પોતાની ટ્રકો રસ્તાઓ પર ઉભી રાખીને રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.
ગઈકાલે ગુજરાતના ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કરવા આખા રોડ પર ચક્કાજામ કર્યુ હતું. નેશનલ હાઈવે પર આશરે 2થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો હતો.વાસ્તવમાં, કેન્દ્ર સરકારે ટ્રક ડ્રાઈવરોને લઈને નવો કાયદો બનાવ્યો છે, જે અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈને કચડીને ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષની જેલ થશે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા હતા. જોકે, આ કાયદા હેઠળ બે વર્ષની જેલ સજાની જોગવાઈ પણ હતી.
સરકારના આ નિર્ણય બાદ ટ્રક ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, આ એકદમ ખોટું છે. સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. આને લઈને ગ્રેટર નોઈડાના ઈકોટેક 3 વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરોએ પોતાના વાહનો રસ્તા પર ઉભા રાખીને રોડ બ્લોક કરી દીધો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, પોલીસની સમજાવટ બાદ તેઓએ પોતાના વાહનો હટાવ્યા હતા.
MP, દિલ્હીની સાથે-સાથે મહારાષ્ટ્રમાં પણ હડતાલની અસર જોવા મળી. જ્યાં સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કાયદાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની હડતાળને કારણે રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં પણ ટ્રક અને બસના ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ હાઈવે બ્લોક કરીને આ કાયદાનો વિરોધ કર્યો હતો. આ પછી ડ્રાઈવર જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરકાર અને પ્રશાસનને કડક ચેતવણી પણ આપી હતી.

Tags: indiatruck driver strike
Previous Post

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર માટે મૂર્તિ ફાઈનલ

Next Post

મણિપુરમાં ફરી ભડકી હિંસા, 4 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મણિપુરમાં ફરી ભડકી હિંસા, 4 લોકોના મોત

મણિપુરમાં ફરી ભડકી હિંસા, 4 લોકોના મોત

બાઈક આડે રોઝડું ઉતરતા ભાલના દેવળીયા ગામના યુવકનું ઘટના સ્થળે મોત

બાઈક આડે રોઝડું ઉતરતા ભાલના દેવળીયા ગામના યુવકનું ઘટના સ્થળે મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.