Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એક દાયકા બાદ ભાવ. માર્કેટીંગ યાર્ડની થશે ચૂંટણી: ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

આજે એકજ દિવસ ઉમેદવારી ફોર્મ ભરાશે, ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ સીટ માટે ૧૫મીએ યોજાશે ચૂંટણી

dharmendravaghela by dharmendravaghela
2024-01-04 14:21:39
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર માર્કેટિંગ યાર્ડની એક દાયકા બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાનું મુહૂર્ત આવ્યું છે જેમાં ખેડૂત મત વિભાગ અને વેપારી મત વિભાગની કુલ ૧૪ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ વિતરણ તથા ભરી પરત આપવા માટે આજે તા.૪ના રોજ એક દિવસનો સમય અપાયો છે. અને ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે.
ભાવનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા ૨૦૧૩ બાદ પ્રમુખ, ઉપપ્રમુખ માટેની ચૂંટણી પ્રક્રિયા કરાઇ નથી. ૨૦૧૩માં ચૂંટાયેલ બોડીની મુદત પૂર્ણ થયા બાદ વહિવટદાર અને બાદ નિયામક નિયુક્ત બોડી અને ત્યારબાદ ફરી વહિવટદાર છેલ્લા બે વર્ષથી યાર્ડનો વહિવટ ચાલી રહ્યો છે. આમ કુલ ૧૦ વર્ષના લાંબા અંતરાય બાદ ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ચૂંટણી આપવામાં આવી છે. જેમાં ભાવનગર યાર્ડમાં ખેડૂત વિભાગમાં કુલ ૧૦ બેઠકો અને વેપારી વિભાગમાં ૪ બેઠકો માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં ઓક્ટો.માં ચૂંટણી જાહેરાત થયા બાદ મતદાર યાદી તૈયારી કરવાની કામગીરી શરૂ કરાઇ હતી જેમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ભાવનગરના અધિકારીને ચૂંટણી કાર્યવાહી માટે નિયુક્ત કરાયા છે. મતદાર યાદી તૈયાર કરી વાંધા સહિતની કામગીરી બાદ ખેડૂત વિભાગમાં ૮૧૬ મતદારો અને વેપારી વિભાગમાં ૧૫ મતદારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જો કે, ચૂંટણી માટે ખેડૂત વિભાગમાં ૧૦ સીટો અને વેપારી વિભાગમાં ૪ સીટો માટે ઉમેદવારી પત્ર ભરવાની અને ભરીને પરત કરવા માટે આજે તા.૪ના રોજ ૧૧ થી ૫નો સમય નિશ્ચિત કરાયો છે. અને ઉમેદવારી પત્ર માર્કેટીંગ યાર્ડ પરથી મેળવી ભરી પરત કરાઇ રહ્યા છે. જ્યારે આવતીકાલે તા.૫ના રોજ મતદાર યાદીનું આખરી પ્રકાશન તેમજ નિયુક્તિ પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. આમ ૧૦ વર્ષ બાદ યોજાતી ભાવનગર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઇ ખેડૂત વિભાગમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags: bhavnagarbjpformmarketing yard
Previous Post

સરીતા શોપિંગ સેન્ટરમાં ડીમોલિશન માટે તખ્તો

Next Post

તળાજાની નીલકંઠ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને સંચાલક અને ગૃહપતિએ લાકડી ફટકારી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
લાપતા આર્મી જવાનના પેન્શન માટે પત્નીએ 12 વર્ષે ફરિયાદ નોંધાવી

તળાજાની નીલકંઠ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને સંચાલક અને ગૃહપતિએ લાકડી ફટકારી

લોકોને ફરિયાદ માટે કેમ જવું, ક્યાં જવુ અને કોને મળવું એ વાત સ્પષ્ટ કરો- હાઇકોર્ટ

ભાવનગરમાં સફાઈ કામદારોના મોતની ઘટના સંદર્ભે હાઈકોર્ટે વિગતો માંગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.