દેશના રાજનેતા તથા અધિકારીઓ સહિતના લોકોના ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા ઝડપવાના સિલસિલામાં હવે એન્ફોર્સમેન્ટ વિભાગે હરિયાણાના પુર્વ ધારાસભ્ય તથા લોકદળ નેતા દિલબાગસિંહના નિવાસે દરોડા પાડતા રૂા.5 કરોડની રોકડ તથા પાંચ કિલો સોના સાથે ગેરકાનુની હથિયાર અને 300 જીવતા કારતૂસ પણ હાથ કર્યા છે તથા શરાબની 100 બોટલો પણ મળી આવી હતી.
ગેરકાનુની ખાણ મુદે આ દરોડા પડયા છે. દિલબાગસિંહ હાલ લોકદળમાં છે તથા આજે સવારે 20થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા. દિલબાગસિંહ એ લોકદળળના વડા અભયસિંહ ચૌટાલાના વેવાઈ પણ છે અને તેની પુત્રીના લગ્ન ચૌટાલાના પુત્ર અર્જુન સાથે થયા છે. આજે સવારથી જ યમુનાનગર, મોહાલી, ફરિદાબાદ, ચંદીગઢ અને કરનાલ સહિતના સ્થળો પર દરોડાનો દૌર ચાલી રહ્યો છે.