જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેના પર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. પૂંછ સેક્ટરમાં સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે થયેલા આ હુમલા બાદ ઘાટીમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હાલમાં જ સેના પર હુમલો થયો હતો, જેમાં ત્રણ જવાન શહીદ થયા હતા.
આ પહેલા ગયા વર્ષે 21 ડિસેમ્બરે આતંકવાદીઓએ પૂંચના બાફલિયાઝ વિસ્તારમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યા અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો. બે સૈનિકોના મૃતદેહ પણ વિકૃત કરવામાં આવ્યા હતા અને કેટલાક સૈનિકોના હથિયારો પણ લઈ ગયા હતા. પાકિસ્તાન સમર્થિત પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ આ હુમલાની જવાબદારી લીધી હતી.