Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

૨૨મીએ ભાવ.યુનિ. દ્વારા રામોત્સવ-મહાઆરતી

અયોધ્યાના ભગવાન રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવવા એક્ઝીક્યુટીવ કાઉન્સીલની બેઠકમાં નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2024-01-16 14:02:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સોમવારે મળેલી એક્ઝીક્યુટીવ કાઉન્સીલની બેઠકમાં એજન્ડા મુજબ ૨૫ અને અધ્યક્ષ સ્થાનેથી ૧૦ મુદ્દા મળી કુલ ૩૫ બાબતોને લઇ ર્નિણય લેવામાં આવ્યો હતો જેમાં ૨૨ જાન્યુ.એ યુનિવર્સિટી દ્વારા ‘રામોત્સવ’ અને મહાઆરતીનો કાર્યક્રમ કરવા સહિત વિદ્યાર્થીઓને નવા આઇકાર્ડ આપવા તથા એક્ટર્નલના નવા એડમીશન માટે સરકારમાં અરજી કરવાની મંજૂરી આપવા સહિતના ર્નિણયો લેવાયા હતાં.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કાઉન્સીલની એક મિટીંગનું આયોજન ગુરુવારે કાર્યકારી કુલપતિની અધ્યક્ષતામાં થયેલ જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને તેઓના પરિવારજનો માટે યુનિવર્સિટી હેલ્થ સેન્ટર ખાતે તદ્દન રાહતદરે લેબોરેટરીની સુવિધા આપવાનો ર્નિણય કરવામાં આવ્યો, યુનિવર્સિટી કોલેજ અને ભવનોના વિદ્યાર્થીઓને હવેથી નવી ટેકનોલોજી વાળા નવા આઇકાર્ડ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો, રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન, કૃષિ યુનિવર્સિટી દાંતિવાડા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં એસ.એસ.આઇ.પી. પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા એમઓયુ કરવા ડો.આઇ.આર. ગઢવીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી, બાહ્ય અભ્યાસક્રમના નવા પ્રવેશો શરૂ કરવા માટે સરકારમાં અરજી કરવાની પ્રક્રિયાને લીલીઝંડી આપવામાં આવી, ફાયનાન્સ કમિટીની મીનીટ્‌સ મંજૂર કરવામાં આવી હતી તથા સમગ્ર દેશ જ્યારે તા.૨૨ના રોજ રામોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે રાજ્યની અન્ય યુનિવર્સિટીઓની માફક મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી પણ તા.૨૨ના રોજ રામોત્સવ અંતર્ગત જાહેર કાર્યક્રમનું આયોજન કરશે જેમાં ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર દ્વારા મર્યાદા પુરૂષોત્તમ રામના જીવન કર્તવ્યોની પ્રસ્તુતિ સાથે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાની સાથે મહાઆરતીનો જાહેર કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા યોજવાનું નક્કી કરવામાં આવ્યું. આ ઉપરાંત કુલ મળી ૩૫ બાબતો અંગે ચર્ચા વિચારણા કરી ર્નિણયો લેવાયા હતાં.

દુર્ગાવાહિની બહેનો દ્વારા મંદીરોમાં રંગોળીનું સર્જન


આગામી ૨૨ જાન્યુઆરીના દિવસે ભગવાન રામનો અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે સમગ્ર ભારતની અંદર એક અનોખો યાદગાર દિવસ તરીકે થઈ રહ્યો છે ત્યારે ભાવનગર શહેરની દુર્ગાવાહિની બહેનો દ્વારા આ ૨૨મી જાન્યુઆરીના દિવસે રામ ઉત્સવને લઈને શહેરોની અંદર દરેક મંદિરોની અંદર અલગ અલગ પ્રકારની રંગબેરંગી આકર્ષિત રંગોળીઓ દુર્ગાવાહીની બહેનો દ્વારા દોરવામાં આવી રહી છે આ રંગોળીઓ દરેક મંદિરોની અંદર આકર્ષણ સાથે આસ્થાનું કેન્દ્ર બની રહી છે.

ખડપીઠના રામજી મંદિરે ૨૨મીએ મહાઆરતી
ભગવાન રામ જન્મ સ્થળ વર્ષોના સંઘર્ષ બાદ નીજ રામ મંદિરમાં પુનઃ બિરાજી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભાવનગરની તમામ જ્ઞાતિના લોકો માટે ભીડભંજન મંદિરની સામે આવેલ ખડપીઠ સ્થિત રામજી મંદિરે તા.૨૨ને સોમવારે સાંજે ૬.૪૫ કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે. જેમાં દરેક જ્ઞાતિજનોને જાેડાવા આહવાન કરાયું છે. આવનારે આરતીની થાળી સાથે લઇને આવવા જણાવાયું છે.

રિક્ષા ચાલકો દ્વારા યોજાશે મહારેલી
અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં બિરાજવા જઇ રહ્યા છે ત્યારે આ અવસરે ભાવનગર જિલ્લા રિક્ષા ડ્રાઇવર એસો. દ્વારા તા.૨૧ને રવિવારે સવારે ૯.૧૫ કલાકથી ગોળીબાર હનુમાનજી મંદિર પાસે જવાહર મેદાનથી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Tags: bhavnagarramotsav
Previous Post

મોતીતળાવ રોડ ઉપર અકસ્માતમાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે મોત

Next Post

ભાવનગરમાં ઠંડીમાં ઠુઠવાતા વૃદ્ધનુ મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
ભાવનગરમાં ઠંડીમાં ઠુઠવાતા વૃદ્ધનુ મોત

ભાવનગરમાં ઠંડીમાં ઠુઠવાતા વૃદ્ધનુ મોત

નવાપરામાં દબાણ હટાવ સેલનો સપાટો ઃ ૧૦થી વધુ ટુ વ્હીલ જપ્ત કરાતા ગરમાવો

નવાપરામાં દબાણ હટાવ સેલનો સપાટો ઃ ૧૦થી વધુ ટુ વ્હીલ જપ્ત કરાતા ગરમાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.