Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવાના દુધાળા નં.૧ ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા, કેટલાક અંધારાઓનો લાભ લઇ ભાગ્યા!

રોકડ, મોબાઈલ, બાઈક મળી 25,590નો મુદામાલ જપ્ત કરતી પોલીસ

dharmendravaghela by dharmendravaghela
2026-07-25 12:50:29
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દુધાળા નં.૧ ગામમાં દરોડો પાડીને ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ, મોબાઈલ અને વાહન સહિત કુલ રૂ. ૨૫,૫૯૦/- નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરાત્રીના મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મધરાતે ૦૦:૦૫ વાગ્યે બાતમી મળી હતી કે દુધાળા નં.૦૧ ગામમાં મનુભાઇ જોળીયાની વાડીના શેઢે આવેલ ઝુંપડા નીચે કેટલાક શખ્સો લાઈટના અજવાળે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે પંચોને સાથે રાખીને રાત્રે ૦૦:૨૦ વાગ્યે દરોડો પાડ્યો હતો.પોલીસની રેડ પડતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે કોર્ડન કરીને બે ઈસમોને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમણે પોતાના નામ ચિરાગ ઉર્ફે ચીકણી જીતેન્દ્રભાઇ ગોહિલ ઉ.વ.૨૨, રહે. મગન કરશનના પુતળા પાસે, મહુવા અને મનોજભાઇ મગનભાઈ ભીલ ઉ.વ.૩૬, રહે. લાતી બજાર, મહુવા વાળો હોવાનું જણાવ્યું હતું. જ્યારે અન્ય કેટલાક ઈસમો અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી અને જુગારના પટમાંથી રોકડ રકમ: રૂ. ૨,૫૯૦/-, એક મોબાઈલ ફોન: રૂ.૩,૦૦૦/- તેમજ ૨૦,૦૦૦/- ની કિંમતનું લાલ કલરનું સુઝુકી એક્સેસ અને ગંજીપાના મળી કુલ રૂ. ૨૫,૫૯૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા બંને શખ્સો વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી, ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓને પકડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Tags: dudhalaJugarmahuva
Previous Post

તળાજામાં ફોનમાં મશગૂલ ટ્રક ચાલકે બાઈક સવાર વૃદ્ધને કચડ્યા, સદનસીબે જીવ બચ્યો

Next Post

ભારતની વેઇટલિફ્ટિંગમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભારતની વેઇટલિફ્ટિંગમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ભારતની વેઇટલિફ્ટિંગમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

સંસદમાં આજે રજૂ થશે પેપર લીક વિરોધી સુધારા બિલ

સંસદમાં આજે રજૂ થશે પેપર લીક વિરોધી સુધારા બિલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.