Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંસદમાં આજે રજૂ થશે પેપર લીક વિરોધી સુધારા બિલ

પરીક્ષામાં પારદર્શિતા વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ બિલને કેન્દ્રિય મંત્રી ડો.જીતેન્દ્રસિંહ લોકસભામાં રજૂ કરશે

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 11:44:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદના ચોમાસું સત્ર દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન

(પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા વિધેયક, 2026’ રજૂ કરવા જઈ રહ્યા છે. નીટ વિવાદ અને

દેશવ્યાપી વિદ્યાર્થી આંદોલન બાદ સરકાર પરીક્ષાઓની પારદર્શિતા વધારવા માટે આ મહત્ત્વપૂર્ણ બિલ

લાવવાની તૈયારી કરી રહી છે.

ડીએમકે સાંસદ ટી.આર. બાલૂ અને તિરુચિ શિવાએ નીટ પર તાત્કાલિક પ્રતિબંધ અને જંતર-મંતર પર

પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગની તપાસ માટે નોટિસ આપી છે. કોંગ્રેસ સાંસદ મણિકમ

ટાગોર અને વિજય વસંતે આક્ષેપ કર્યો છે કે 20 જુલાઈના રોજ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પેલેટ

ગન અને શોક બેટનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અંગે ગૃહમાં ચર્ચા થવી જોઈએ.

બિલ પર આશરે 8 થી 10 કલાક ચર્ચા થવાની શક્યતા છે. ભાજપ અને સહયોગી દળો વતી વાંસુરી

સ્વરાજ, તેજસ્વી સૂર્યા, સાયોની ઘોષ, મિતાલી બાગ, ડો. શ્રીકાંત શિંદે અને અનુપ્રિયા પટેલ જેવા યુવા

સાંસદો ચર્ચામાં ભાગ લેશે. નવા શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશી આજે પ્રથમ વખત પ્રશ્નકાળમાં શિક્ષણ

મંત્રાલય સંબંધિત પ્રશ્નોના જવાબો આપશે.

આજના કાર્યસૂચિમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા ‘સુપ્રીમ કોર્ટ (જજોની સંખ્યા) સુધારા

વિધેયક, 2026’ પણ ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ સુપ્રીમ કોર્ટમાં

ન્યાયાધીશોની સંખ્યા સંબંધિત જોગવાઈઓમાં સુધારો કરવાનો છે.

નંદન નીલેકણીની અધ્યક્ષતામાં હાઈ-પાવર ટાસ્ક ફોર્સની રચના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પદ્ધતિને વધુ ટેકનોલોજીકલ અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજી

એક્સપર્ટ નંદન નીલેકણીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે.

ટાસ્ક ફોર્સના સભ્યો: પૂર્વ ISRO પ્રમુખ ડો. એસ. સોમનાથ, પૂર્વ IB ડિરેક્ટર તપન ડેકા, પૂર્વ શિક્ષણ

સચિવ અનીતા કરવાલ અને અમૃત લાલ મીણા.

મેકર-ચેકર મોડલ: આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર ડો. વી. કામકોટીએ જણાવ્યું કે બેંકિંગ ક્ષેત્રની તર્જ પર

‘મેકર-ચેકર’ મોડલ અપનાવી પેપર સેટ કરનાર વ્યક્તિની જવાબદારી અને પ્રામાણિકતા સુનિશ્ચિત

કરવામાં આવશે.

 

Tags: paper leak amendment bill
Previous Post

ભારતની વેઇટલિફ્ટિંગમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Next Post

ગલ્ફ દેશોમાં પ્રવાસી ભારતીય શ્રમિકોના મૃત્યુમાં ચિંતાજનક વધારો

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
ગલ્ફ દેશોમાં પ્રવાસી ભારતીય શ્રમિકોના મૃત્યુમાં ચિંતાજનક વધારો

ગલ્ફ દેશોમાં પ્રવાસી ભારતીય શ્રમિકોના મૃત્યુમાં ચિંતાજનક વધારો

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.