Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં માઇનસ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન : 7 કરોડ લોકો પ્રભાવિત

આર્કટિક બ્લાસ્ટના બરફના તોફાનોએ અમેરિકાથી લઈને બ્રિટન સુધીના વિસ્તારને જકડી લીધા

dharmendravaghela by dharmendravaghela
2024-01-17 11:47:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આર્કટિક બ્લાસ્ટના બરફના તોફાનોએ અમેરિકાથી લઈને બ્રિટન સુધીના વિસ્તારને જકડી લીધા છે. ૫૩૦ માઈલ એટલે કે અંદાજે ૮૫૪ કિ.મી.ના ‘સ્નો બોમ્બ’ની અસર લગભગ એક સપ્તાહ સુધી રહેશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે. આર્કટિક તરફથી આવતા જીવલેણ ઠંડા પવનોના કારણે ૮૦ ટકા અમેરિકામાં તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું છે, જેથી દક્ષિણથી ઊત્તર-પૂર્વમાં ૧૪ કરોડ લોકો હાડ થીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. બરફના તોફાનના કારણે દેશના કેટલાક વિસ્તારોમાં ૭ લોકોનાં મોત થયા છે જ્યારે ૩,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. બીજીબાજુ બ્રિટનમાં પણ બરફના તોફાને ભારે કેર મચાવ્યો છે.
અમેરિકામાં ખરાબ હવામાનના કારણે વીજપૂરવઠો ખોરવાઈ જતા એક લાખથી વધુ ઘરો – ઓફિસોમાં લોકોએ વીજળી વિના રહેવું પડયું છે. દક્ષિણથી ઉત્તર-પૂર્વ સુધીના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ સાથે ઠંડા પવન ફુંકાતા ૧૪ કરોડથી વધુ લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. ઠંડીના કારણે ૭ લોકોનાં મોત નીપજ્યાં છે અને મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. સરકારે લોકોને જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળવા ચેતવણી આપી છે.
ન્યૂયોર્ક શહેરમાં સોમવારે રાતે હીમવર્ષા પડી હતી અને મંગળવારનો દિવસ વધુ ઠંડો બન્યો છે, જેને પગલે વધુ ફ્લાઈટ્સ રદ થવાનું અને વીજપુરવઠો સતત ખોરાવાયેલો રહેવાનું જોખમ સર્જાયું છે. અમેરિકામાં રાતોરાત તાપમાન શૂન્યથી નીચે જતું રહેતા આખા દેશમાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. નેશનલ વેધર સર્વિસે એક સપ્તાહ સુધી આર્કટિક એરના ઠંડા પવનોની ચેતવણી આપી છે.
ન્યૂયોર્કના હેમ્બર્ગ ખાતે લેકશોર રેસ્ટોરાં બરફમાં થીજી ગઈ છે અને તે જાણે બરફનો કિલ્લો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ન્યૂયોર્કના લા ગાર્ડિઆ એરપોર્ટ પર મંગળવારે સ્થિતિ સૌથી વધુ ખરાબ થઈ છે. અહીં ૧૪ ટકાથી વધુ ફ્લાઈટ રદ કરવી પડી છે જ્યારે ૫૭ ટકાથી વધુ વિલંબમાં મુકાઈ છે. અમેરિકામાં અંદાજે કુલ ૩,૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અને ૧૧૦૦થી વધુ વિલંબમાં મુકાઈ છે.
અત્યંત ખરાબ હવામાનના કારણે મોટાભાગના અમેરિકામાં તાપમાન વિક્રમી સ્તરે નીચું રહ્યું હતું. ઠંડા પવનના કારણે દક્ષિણમાં તાપમાન માઈનસ ૩૦થી માઈનસ ૫૦ ડિગ્રી સુધી નીચે જતું રહ્યું હતું. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હજુ આગામી સપ્તાહ અમેરિકામાં તાપમાન શૂન્યથી નીચું રહેવાની શક્યતા છે. અનેક સ્થળો પર ૧.૪ ઈંચથી ૪ ઈંચ સુધીના બરફના થર જામ્યા છે.
મેરીલેન્ડના રાષ્ટ્રીય હવામાન સેવાના હવામાન વિજ્ઞાની જેક ટેલરે કહ્યું કે, ઉત્તરીય અને પૂર્વોત્તર મોન્ટાનામાં તાપમાન અનુક્રમે માઈનસ ૬.૭ ડિગ્રી અને માઈનસ ૪૦ ડિગ્રી સે. નોંધાયું હતું. વોશિંગ્ટનમાં પણ ભારે હિમવર્ષાની ચેતવણી અપાઈ છે. બરફના તોફાનના કારણે લોકોને ઘરોમાંથી બહાર નહીં નિકળવાની સલાહ અપાઈ છે. ખરાબ હવામાનના કારણે શિકાગો, પોર્ટલેન્ડ, ડેનવર, ડલાસ જેવા શહેરોમાં સ્કૂલો બંધ કરવાનો આદેશ અપાયો છે.
આર્કટિક બ્લાસ્ટની અસર બ્રિટન સુધી અનુભવાઈ છે. બ્રિટને પણ એક સપ્તાહ સુધી આર્કટિક એરના ઠંડા પવનોનો સામનો કરવો પડી શકે છે. અંદાજે ૮૫૪ કિ.મી. લાંબા ‘સ્નો બોમ્બ’એ અમેરિકાની સાથે બ્રિટનને પણ જકડી લીધું છે. સ્કોટલેન્ડના અબેર્ડીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ૧૫ સેમી બરફ પડયો છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આર્કટિક એર બ્લાસ્ટના કારણે ઉત્તરીય આયર્લેન્ડ અને ઉત્તરીય ઈંગ્લેન્ડમાં એક સપ્તાહ સુધી ભારે હિમવર્ષા જોવા મળી શકે છે. જોકે, દક્ષિણમાં શિયાળુ તાપમાન ખુશનુમા રહેવાની શક્યતા છે. અહીં આગામી સમયમાં તાપમાન માઈનસ ૫થી માઈનસ ૧૦ ડિગ્રી રહેવાની શક્યતા છે.

Tags: snow stormUSA
Previous Post

ઈરાનની પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક: 2 બાળકોના મોત

Next Post

SMCએ વોન્ટેડ 6 આરોપીઓના ફોટા સાથે નામ સરનામાં જાહેર કર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
SMCએ વોન્ટેડ 6 આરોપીઓના ફોટા સાથે નામ સરનામાં જાહેર કર્યા

SMCએ વોન્ટેડ 6 આરોપીઓના ફોટા સાથે નામ સરનામાં જાહેર કર્યા

ઈટાલીના વેનિસમાં માર્ગ અકસ્માતમાં 21 લોકોના મોત

મુળી-સરા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ત્રણના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.