ભગવાન રામલલ્લાની 22 જાન્યુઆરીએ રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. RSSના વડા મોહન ભાગવત, પીએમ મોદી સહિત છ મહેમાનોએ પૂજામાં હાજરી આપી હતી. મોદી, મુખ્ય યજમાન તરીકે, આછા પીળા રંગની ધોતી અને કુર્તા પહેરીને 12 વાગ્યે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. તેમના હાથમાં એક થાળી હતી, જેમાં શ્રીરામલલાનું ચાંદીનું છત્ર હતું. પ્રાણપ્રતિષ્ઠાની વિધિ બપોરે 12.05 કલાકે શરૂ થઈ હતી, જે એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. વડાપ્રધાને ભગવાનની આરતી કરી. મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના ચરણ સ્પર્શ કર્યા. આ પછી તેમણે શ્રીરામલલ્લાની પરિક્રમા કરી અને પ્રણામ કર્યા. તેમણે રામજન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. પીએમએ તેમના 11 દિવસના ઉપવાસ પણ તોડ્યા.
પીએમએ લોકોને સંબોધિત કર્યા. પીએમનું 35 મિનિટનું ભાષણ રામ-રામથી શરૂ થયું અને જય સિયારામ સાથે સમાપ્ત થયું. તેમણે દેશવાસીઓને અભિનંદન આપતાં કહ્યું – કંઈક એવું ખૂટતું હતું કે મંદિર બનાવવામાં સદીઓ લાગી. આ રામમંદિર ભારતના ઉદયનું સાક્ષી બનશે. પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલ્લાની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી હતી. ગત સપ્તાહે જ રામમંદિરમાં 51 ઇંચની નવી મૂર્તિ મૂકવામાં આવી હતી. અંતમાં પીએમએ રામલલ્લાના ચરણોમાં પ્રણામ કર્યા. આ પછી મોદીએ અહીં 11 દિવસના ધાર્મિક ઉપવાસ તોડ્યા. નિર્મોહી અખાડાના સ્વામી ગોવિંદ ગિરી મહારાજે પીએમ મોદીને ચમચીથી પાણી આપ્યું. માત્ર ત્રણ દિવસના ઉપવાસથી જગ્યાએ 11 દિવસ સુધીની કઠોર સાધના પીએમ મોદીએ કરી હતી. જ્યારે આ વ્રતનો ઉલ્લેખ નિર્મોહી અખાડાના સ્વામી ગોવિંદ ગિરીએ જાહેરમાં કર્યો તો પીએમ પણ ભાવુક થઈ ગયા. ત્યારબાદ મોદી કુબેર ટીલા ગયા હતા. અહીં ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેઓ મંદિરના નિર્માણ સાથે જોડાયેલા શ્રમિકોને મળ્યા અને તેમના પર ફૂલોની વર્ષા કરી. તેમજ જટાયુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પીએમ સાંજે અયોધ્યાથી રવાના થઈ ગયા છે. પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આવેલી હસ્તીઓ હવે રામલલાના દર્શન કરવા લાગી હતી.
મોદી અને મોહન ભાગવતને ચાંદીના રામમંદિરની પ્રતિકૃતિ ભેટમાં અપાઈ
વડાપ્રધાન મોદી અને મોહન ભાગવતને ચાંદીના રામમંદિરની પ્રતિકૃતિ ભેટમાં અપાઈ. રામ મંદિરની આ પ્રતિકૃતિ સુરતના જ્વેલર્સે બનાવી છે. ચાંદીના રામ મંદિરનું વજન 3 કિલો જેટલું છે અને તેને બનાવવામાં 3 મહિનાનો સમય લાગ્યો છે. આ તરફ સુરતના એક બિઝનેસમેને 11 કરોડની કિંમતનો શિરમુગટ રામ મંદિરને ભેટમાં આપ્યો છે. આ મુગટ 6 કિલો જેટલું વજન ધરાવે છે. સોનાથી મઢેલા મુગટને રામલલ્લાના મસ્તક પર શોભાયમાન થયો છે.