ફેબ્રુઆરીના પ્રથમ દિવસે અને બજેટ રજૂ થવાના કેટલાક કલાક પહેલા મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 1 ફેબ્રુઆરીથી LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો 19 કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે. ઘરેલુ રસોઇ ગેસ એટલે કે સબસિડી ધરાવતા સિલિન્ડરના ભાવમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં આજથી LPG સિલિન્ડરના ભાવ 14 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધીને 1769.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગયા છે.