ગુજરાતમાં પ્રથમ વખત નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી. ત્રણ દિવસની આ સ્પર્ધા પૂર્ણ થઈ જેમાં દેશના કુલ 72 વિજેતા ખેલાડીઓમાંથી ગુજરાતના 7 ખેલાડીઓનો સમાવેશ થાય છે. 7માંથી ત્રણ ખેલાડીઓને ગોલ્ડ, ત્રણને બ્રોન્ઝ અને એક ખેલાડીને સિલ્વર મેડલ મળ્યો છે.
દેશમાંથી જુનિયર લેવલ સ્પોર્ટસ ક્ષેત્રે ટેલેન્ટ શોધીને યુવા ખેલાડીઓને નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે તૈયાર કરવા માટે દર વર્ષે વિવિધ રાજ્યમાં નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધા યોજવામાં આવે છે. એથ્લેટિક ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાયેલી આ સ્પર્ધા 16થી 18 ત્રણ દિવસ યોજાઈ હતી. જેમાં વિવિધ કેટેગરીની લાંબી-ટૂંકી દોડ, ભાલા ફેંક ગોળા ફેંક સહિતની કુલ 12 સ્પર્ધાઓ યોજાઈ હતી. વિવિધ રાજ્યોના 615 જિલ્લાના 6 હજાર ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધાના અંતે વિજેતાઓને એથ્લેટિક ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મેડલ આપવામાં આવ્યા હતા. યુવકો અને યુવતીઓ માટેની જુદી જુદી ઈવેન્ટ સાથે કુલ 24 સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં પ્રથમ દ્ધિતિય અને તૃતિય સહિત ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. કુલ 72 વિજેતા ખેલાડીઓમાં ગુજરાતના 7 ખેલાડીઓનો સમાવેસ થાય છે.
અંડર 16 જાવેલિન થ્રોમાં ખેડાના ધૈર્યભંડારીને ગોલ઼્, અંડર14માં ટ્રાઈથલોન-બી સ્પર્ધામાં ખેડાની કિંજલ ઠાકોરને ગોલ્ડ અને અંડર 16માં 60 મીટર દોડમાં અમરેલીની રોશનબા વાલા પ્રથમ આવતા ગોલ્ડ મેડલ મળ્યો હતો.