કૉંગ્રેસ અને AAP વચ્ચે ભરૂચ બેઠકને લઈને કોકડું ગુંચવાયું છે. આ દરમિયાન કૉગ્રેંસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ બેઠક પર દાવો ઝીંક્યો છે. ફૈઝલ પટેલે કહ્યું કે, કૉંગ્રેસના કોટાથી ભરૂચ બેઠક પર હું ચૂંટણી લડીશ. મારી આ બેઠકને લઈને રાહુલ ગાંધી સાથે બે વખત વાતચીત થઈ છે.
હું અને મારી બહેન મુમતાઝ પણ ઈચ્છે છે કે હું આ બેઠકથી લોકસભા ચૂંટણી લડું. ફૈઝલ પટેલે જણાવ્યું કે, રાહુલ ગાંધી સાથે બે વખત વાત થઈ છે અને એમણે એમ કહ્યું છે કે, હજુ સુધી ગઠબંધનનો નિર્ણય લેવાયો નથી. આદિવાસી કાર્યકર્તાઓને કહો કે નારાજ ન થાય અને તેમને રોકીને રાખો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું છે કે આગળના સમયમાં નિર્ણય લેવાશે. ભરૂચ લોકસભા સીટ પરથી હું ચૂંટણી લડીશ. મુમતાઝ મારા કરતાં મોટી છે અને એ મને બધી જ જગ્યા પર સપોર્ટ કરે છે.