વિજય શેખર શર્માએ સોમવારે Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ બેંકના પાર્ટ ટાઈમ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. તેમના રાજીનામા બાદ બેંકના બોર્ડની પણ પુનઃરચના કરવામાં આવી છે. હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર બોર્ડના સભ્ય હશે. આ ઉપરાંત નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલ બોર્ડના સભ્યો હશે.
આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકના અસ્તિત્વ પર સવાલ ઉઠ્યા છે. વિજય શેખર શર્મા આ બેંકના સૌથી મોટા શેરધારક છે. આરબીઆઈની કડકાઈ બાદ હવે બેંક પાસે કોઈ કામકાજ બાકી નથી. પેટીએમના સ્થાપકના રાજીનામા પહેલા બે સ્વતંત્ર ડિરેક્ટરોએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. પૂર્વ બેન્ક ઓફ અમેરિકા અને પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સના એક્ઝિક્યુટિવ શિંજિની કુમારે ડિસેમ્બરમાં રાજીનામું આપ્યું હતું, જ્યારે બીજી તરફ SBIના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર મંજુ અગ્રવાલે પણ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.