લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ભાજપ હવે રાજ્યસભામાં પોતાના દમ પર બહુમતીની ખૂબ નજીક આવી ગયું છે. એપ્રિલમાં ખાલી પડેલી રાજ્યસભાની 56 બેઠકોમાંથી ભાજપે 30 બેઠકો જીતી છે. જેમાંથી 20 બિનહરીફ ચૂંટાયા હતા. મતદાન દ્વારા 10 બેઠકો જીતી હતી. આ સાથે રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને 97 થઈ જશે. આ સાથે જ ભાજપના નેતૃત્વ હેઠળના NDAના સાંસદોની સંખ્યા વધીને 117 થઈ જશે. નોંધનીય છે કે, ઉપલા ગૃહમાં 240 સાંસદોની સંખ્યા છે. બહુમતી માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને 121 સાંસદોના સમર્થનની જરૂર હોય છે. NDA સાથે આ સંખ્યા 117 પર પહોંચી ગઈ છે એટલે કે બહુમતીથી માત્ર 4 દૂર છે.
97 સાંસદો સાથે ભાજપ રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી છે. જેમાં પાંચ નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ 29 સાંસદો સાથે બીજા સ્થાને છે. આ ચૂંટણીમાં હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં ક્રોસ વોટિંગ થયું હતું. જેના કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપને એક-એક બેઠકનો ફાયદો થયો છે. આ સાથે ભાજપના સાંસદોની સંખ્યા વધીને 97 થઈ જશે.