આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આઘાતજનક સમાચાર જાણવા મળ્યા છે. ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ ડોલી સોહીનું સર્વાઇકલ કેન્સરને કારણે નિધન થયું છે. ડોલી સોહીની બહેન અને અભિનેત્રી અમનદીપનું નિધન ડોલીના મૃત્યુના થોડા કલાકો પહેલા જ થયું હતું. આમ અચાનક એક સાથે બંને બહેનના મૃત્યુ થતા પરિવારને માથે આભ તૂટી પડ્યું છે.
અમનદીપ કમળાના કારણે તેને ફેબ્રુઆરીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ રોગને કારણે તેની ગૂંચવણો વધી ગઇ હતી અને આખરે તેની કિડની ફેલ થઈ ગઈ અને અંતે તેનું નિધન થયું હતું. તેણે ‘બદતમીઝ દિલ’થી લઈને રામાયણ સુધી ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે ઝી ટીવીની સીરિયલ રામાયણમાં ‘મંદોદરી’નું પાત્ર ભજવ્યું હતું. અમનદીપ સોનીની બહેન ડોલી સોહી સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. ડોલીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી કામ કર્યું. અભિનેત્રીએ NRI અવનીત ધનોઆ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના સંબંધો ઝાઝા ટક્યા નહોતા. અભિનેત્રી તેની પુત્રી એમિલી સાથે રહેતી હતી.