આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત માટે સિલિકોન વેલીમાં ભારતીય-અમેરિકન ટેકનોલોજી પ્રોફેશનલોએ એક હિન્દૂ મંદિરમાં હવન કર્યું હતું. આ હવનનું આયોજન ઓવરસીજ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (OFBJP), યૂએસએ સેન ફ્રાન્સિસ્કો બે-એરિયા ચેપ્ટરે કર્યું હતું. આ હવનમાં કેટલાક લોકો સામેલ થયા હતા.
આ હવનને લઇને કહેવામાં આવ્યું, “આ માત્ર એક અનુષ્ઠાન નથી પણ ભારતીયોની ઇચ્છાઓ પુરી કરવાનું એક આહવાન છે. આગામી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની જીત માટે અહીં લોકો પ્રાર્થના કરવા માટે એક સાથે આવ્યા છે.” ઓઓફબીજેપીએ ‘અબકી બાર 400 પાર’નો નારો પણ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં ભાજપનું નેતૃત્વ ધરાવતા નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) માટે 400થી વધુ બેઠક જીતવા અને ભાજપના એકલા 370થી વધુ બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.