મૂળ આંધ્ર પ્રદેશના અને વડોદરાના સન ફાર્મા રોડ પર રહેતા અને નોકરી કરતા રામક્રિષ્ના રાજીવ રોશાય બેડુદુરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, હું જાણીતી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ અંગત કારણોસર ત્રણ મહિનાથી નોકરી છોડી દીધી છે. મારા બેંક એકાઉન્ટ આન્દ્રપ્રદેશના છે.
ગત તારીખ 16મી જાન્યુઆરી 24ના રોજ ઘરે હતો અને સોશિયલ મીડિયા ફેસબુક પર એક એડ જોઈ હતી. તે દરમિયાન એક એપ્લિકેશન મેં ડાઉનલોડ કરી હતી. જેમાં શેર માર્કેટમાં રોકાણ કરી પ્રોફિટ કમાઓ તેને લઇ મેં આ લિંક પર ક્લિક કરી એપ્લિકેશન મેળવી હતી અને ત્યારબાદ એક વોટ્સએપ ગ્રુપમાં એડ થયો હતો. આ ગ્રુપમાં 150થી વધુ મેમ્બરો હતા અને પ્રોફિટ કમાવા માંગતા હોવ તો એક ફોર્મ ભરી ઠગાઈ આચરનાર શખસને પર્સનલ મોકલવાનું હતું. જેમાં મેં મારા આધારભૂત ડોક્યુમેન્ટ અને 50 હજાર રોકાણ કરીશ તેવું ફોર્મ ભરી મોકલી આપ્યું હતું.
આ બાદ એક અન્ય ગ્રુપમાં એડ કરવામાં આવ્યો અને એંજલ સિક્યુરિટી કસ્ટમર સર્વિસમાંથી છું અને રોકાણ કરી શકો છો. બાદમાં તેઓએ ફોર્મની પ્રોસેસ કરી નામાંકિત બેંકનું સિક્કા વાળું ફોર્મ ભરી આ બાબતે વિશ્વાસ આવ્યો અને 50 હજાર સામે 50 હજારનું પ્રોફિટ બતાવતા વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ મને એપ્લિકેશનના માધ્યમથી મારું એકાઉન્ટ બનાવી મને આઈડી પાસવર્ડ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરવી રોકાણ કરવામાં કહેવામાં આવ્યું હતું.
આ એપ્લિકેશનમાં રોકાણ સામે અનેક ઘણું પ્રોફિટ દેખાતું હતું અને નામાંકિત કંપનીઓના શેર જોવા મળ્યા હતા. આ દરમિયાન જુદા જુદા સમયે ટુકડે ટુકડે કુલ રૂપિયા 94,18,000 ભર્યા હતા અને ત્યારબાદ લીંક દેખાતી ન હતી અને એપ્લિકેશનમાં પ્રોફિટ પેટે રૂપિયા 11,26,25,075 રૂપિયા બતાવતું હતું. મારે રૂપિયાની જરૂર હોવાથી મેં વિડ્રો કરવા જતા હતા. તે દરમિયાન સંપર્ક કરતા ત્રણ ટકા લેખે 33 લાખ ભરો તો પૈસા ઉપડશે તેવું જણાવતા આખરે ફરિયાદીને ખબર પડતાં સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.