Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બોરસદ કોર્ટમાં બે શખ્સોએ જજની ચેમ્બરમાં ઘૂસી કર્યો હુમલો

બંને શખ્સોએ ન્યાયાધીશને મુક્કાઓ મારી શર્ટના બટન તોડી નાખ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-04-06 12:08:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આણંદની બોરસદ કોર્ટમાં બે શખ્સોએ જજની ચેમ્બરમાં ઘૂસી હુમલો કરી દેતા ચકચાર મચી છે. ભરબપોરે હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ જતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. કોર્ટની અંદર જ જજ પર હુમલો થતા હાઈકોર્ટ દ્વારા પણ સમગ્ર મામલે અહેવાલ માગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આણંદ જિલ્લાની બોરસદ કોર્ટમાં શુક્રવારે બપોરે એડિશનલ ચીફ જયુડીશ્યલ મેજિસ્ટ્રેટ એમ.ડી નંદાણી પોતાની ચેમ્બર હાજર હતા ત્યારે જ બે અજાણ્યા શખ્સો ત્યાં ઘૂસી આવ્યા હતા. બંને શખ્સોએ ન્યાયાધીશને મુક્કાઓ મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. જજ પર ચેમ્બરમાં પડેલી ટીપોય ફેંકવાનો પ્રયાસ કરી તોડી નાખી હતી. બિભત્સ ગાળો અને મારી નાખવાની ધમકી આપી બંને શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બોરસદ કોર્ટમાં એડી.ચીફ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.ડી.નંદાણી પર બોરસદ કોર્ટની ચેમ્બરમાં જ હુમલો થતા કોર્ટના રજિસ્ટ્રાર એલ.એ.પંચોલી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શુક્રવારે બપોરે રિસેસના સમયે જજ પોતાની ચેમ્બર હતા અને તેમના પ્યુન ચા લેવા ગયા હતા ત્યારે જ બે અજાણ્યા શખ્સોએ ચેમ્બરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આણંદ જિલ્લાના ઈન્ચાર્જ એસપી અતુલ બંસલે માહિતી આપતા જણાવ્યું હતું કે, બોરસદ કોર્ટમાં બપોરના સમયે જજ જ્યારે હાજર હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો અને તુરંત ભાગી ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આણંદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Tags: attack on judgeborsad court
Previous Post

હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવનાં દર્શને

Next Post

પશ્મિના માર્ચ પહેલા લેહમાં કલમ 144 લાગુ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
પશ્મિના માર્ચ પહેલા લેહમાં કલમ 144 લાગુ

પશ્મિના માર્ચ પહેલા લેહમાં કલમ 144 લાગુ

ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનાર ઝડપાયો

10 પાસ યુવકે અમેરિકનોને છેતર્યા :લોનની લાલચ આપી ઠગતો હતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.