રાજકોટના લોકસભાનાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનો સામે આંદોલન ચલાવી રહેલા ક્ષત્રિય સમાજે આજે ભાજપ કાર્યાલય ‘કમલમ’ને ઘેરાવ કરવાનું એલાન આપ્યુ છે ત્યારે પ્રદેશ કાર્યાલ સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયુ છે.ક્ષત્રિય સમાજના કાર્યક્રમને રોકવા માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે સવારથી કમલમ ખાતે મહિલા પોલીસ સહીતની વિવિધ એજન્સીઓનાં જવાનોને ખડકી દેવાયા હતા. એસઆરપી બંદોબસ્ત ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.