Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં ગેરરીતિના 400 કેસ પકડાયા

સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં બહાર આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-04-10 12:08:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સીસીટીવી ફળ્યું લાગે છે. દસમા અને બારમાં ધોરણની પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં ગેરરીતિના 400થી વધુ કેસ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. તેમા બારમા ધોરણના સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ 226 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે દસમા ધોરણમાં 170 કેસ નોંધાયા છે. જ્યારે 12 સાયન્સમાં 14 કેસ નોંધાયા છે.
આ અંગે જિલ્લા કક્ષાએ સુનાવણી કર્યા પછી કેસની વિગત શિક્ષણ બોર્ડને મોકલવામાં આવી છે. જો કે આગામી સમયમાં હવે આ બધા વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા રૂબરુ સુનાવણી માટે બોલાવવામાં આવશે આ દરમિયાન દોષિત વિદ્યાર્થીઓને નિયત સજા કરવામાં આવશે.દસમા અને બારમા ધોરણના 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી શરૂ થઈ હતી. શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની કુલ 5,378 સ્કૂલ બિલ્ડિંગના 54,294 બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ તમામ બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ હતા.
શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ પરીક્ષા દરમિયાન એટલે પ્રથમ દિવસની પરીક્ષા પૂરી થયાના બે દિવસમાં જ સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ સીસીટીવી ફૂટેજની ચકાસણી પૂરી થયા બાદ જ્યાં શંકા જણાઈ હતી તેવા કેસ નોંધવામાં આવ્યા હતા. શંકાસ્પદ લાગતા તમામ વિદ્યાર્થીઓનું જિલ્લા કક્ષાએ હીયરિંગગ હાથ ધરવામાં આવ્યું હતું. હીયરિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ ગેરરીતિ કરી હોવાનું સ્વીકારી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ પછી તમામ જિલ્લાઓ ફાઇનલ કેસની વિગતો શિક્ષણ બોર્ડને મોકલી આપી છે.
નોંધવાલાયક બાબત એ છે કે ચાલુ પરીક્ષા દરમિયાન સ્થળ પર આ વખતે 41 કેસ નોંધવામાં આવ્યા હતા. તેમા પણ સૌથી વધુ 19 કેસ બારમા ધોરણના સામાન્ય પ્રવાહમાં નોંધાયા હતા. જ્યારે દસમા ધોરણમાં 15 કેસ અને બાર સાયન્સમાં સાત કેસ નોંધાયા હતા. ગુજકેટમાં પણ એક કેસ નોંધાયો હતો. આ તમામનું બોર્ડ દ્વારા આગામી દિવસોમાં રૂબરુ હીયરિંગ હાથ ધરવામાં આવશે.

Tags: 400 copy caseboard examgujarat
Previous Post

21 વર્ષ બાદ ખોલવામાં આવ્યા રામ મંદિરના દરવાજા

Next Post

2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર મનુષ્યને ઉતારવાનું દેશનું લક્ષ્ય નક્કી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર મનુષ્યને ઉતારવાનું દેશનું લક્ષ્ય નક્કી

2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્રની સપાટી પર મનુષ્યને ઉતારવાનું દેશનું લક્ષ્ય નક્કી

હૈદરાબાદની જીત : શશાંક સિંહે અને આશુતોષ શર્માએ ટીમને જીતની નજીક લાવી

હૈદરાબાદની જીત : શશાંક સિંહે અને આશુતોષ શર્માએ ટીમને જીતની નજીક લાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.