Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના

વડા પ્રધાન મોદીએ સમીક્ષા બેઠક યોજી

dharmendravaghela by dharmendravaghela
2024-04-12 13:16:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એપ્રિલ મહિનો શરૂ થતાની સાથે જ દેશમાં આકરી ગરમી પડી રહી છે. દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સે. ઉપાર નોંધાઈ રહ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હીટવેવ સામે તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક યોજી હતી.
વડા પ્રધાને કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે સરકારના તમામ અંગો સાથે સંકલન કરવા નિર્દેશ કર્યો હતો. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આવશ્યક દવાઓ, પ્રવાહી, આઈસ પેક, ORS અને પીવાના પાણીની ઉપલબ્ધતાના સંદર્ભમાં આરોગ્ય ક્ષેત્રની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વડાપ્રધાનના અગ્ર સચિવ, ગૃહ સચિવ, ભારતીય હવામાન વિભાગ (IMD) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ભારતના હવામાન વિભાગે તાજેતરમાં કહ્યું હતું કે એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન ભારતમાં કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે. મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગોમાં તેની સૌથી વધુ અસર થવાની સંભાવના છે. વડા પ્રધાનએ બેઠકમાં ખાસ કરીને પ્રાદેશિક ભાષાઓમાં જાગરૂક માટેની માહિતીના પ્રસાર માટે ટેલિવિઝન, રેડિયો અને સોશિયલ મીડિયા જેવા તમામ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર ભર મુક્યો હતો.
ભારત હવામાન વિભાગ (IMD) ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય હવામાનશાસ્ત્રીઓએ હવામાનની આગાહીને વધુ સચોટ બનાવવા માટે AI અને ‘મશીન લર્નિંગ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આગામી વર્ષોમાં, વિકસતી તકનીકો જેવી કે ‘ન્યુમેરિકલ વેધર પ્રિડિક્શન મોડલ્સ’નો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે હવામાન વિભાગ પંચાયત સ્તરે અથવા 10 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં હવામાનની આગાહી કરવા માટે નિરીક્ષણ પ્રણાલીનો વિસ્તાર કરી રહ્યું છે.

Tags: heatwave review mitingindiamodi
Previous Post

રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં બંને મુખ્ય આરોપીઓની ધરપકડ

Next Post

370ની દીવાલ પાડી દીધી, કોઈ રાજનૈતિક પાર્ટીની હિંમત નહોતી : મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
370ની દીવાલ પાડી દીધી, કોઈ રાજનૈતિક પાર્ટીની હિંમત નહોતી : મોદી

370ની દીવાલ પાડી દીધી, કોઈ રાજનૈતિક પાર્ટીની હિંમત નહોતી : મોદી

ભાવનગરમાં ટોપ-થ્રી સર્કલ નજીક ઓમપાર્ક-૧માં બંધ મકાનમાં ચોરી

ભાવનગરમાં ટોપ-થ્રી સર્કલ નજીક ઓમપાર્ક-૧માં બંધ મકાનમાં ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.