Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વેંકૈયા નાયડુ સહિત 3ને પદ્મ વિભૂષણ:

ડો. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિત 17ને પદ્મ ભૂષણ : 110ને પદ્મશ્રી મળ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-04-23 11:45:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સાંજે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. આ સન્માનોની જાહેરાત 25 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પહેલા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, બિંદેશ્વર પાઠક (મરણોત્તર) અને પદ્મ સુબ્રહ્મણ્યમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. બિંદેશ્વર પાઠકનાં પત્ની અમોલા પાઠકે એવોર્ડ મેળવ્યો હતો.
આ પછી ગુજરાતના જાણીતા તબીબ ડો. તેજસ પટેલ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયક ઉષા ઉથુપ અને સીતારામ જિંદાલ સહિત કેટલાક લોકોને પદ્મ ભૂષણ આપવામાં આવ્યો હતો. આ સિવાય મનોહર કૃષ્ણ ડોલે અને રામચેત ચૌધરી સહિતની કેટલીક હસ્તીઓને પદ્મશ્રી આપવામાં આવ્યો હતો.
આ વખતે 2024 માટે 5 લોકોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભૂષણ અને 110 લોકોને પદ્મ શ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજના સમારોહમાં આમાંથી કેટલીક હસ્તીઓનું સન્માન થઈ શક્યું નથી, તેમનું આગામી સપ્તાહે સન્માન કરવામાં આવશે.
2024 માટે પદ્મશ્રી એવોર્ડ એવા લોકોને આપવામાં આવી રહ્યો છે, જેઓ અત્યારસુધી અનામી હતા. આમાં દેશની પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ અને જગેશ્વર યાદવનાં નામનો સમાવેશ થાય છે, બંને આસામનાં રહેવાસી છે. આ સિવાય લિસ્ટમાં ચાર્મી મુર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગમ સહિત ઘણાં મોટાં નામ છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 30 મહિલા છે. આમાં વિદેશી/NRI/PIO/OCI શ્રેણીના 8 લોકો પણ છે. 9 સેલિબ્રિટી છે જેમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે.
પદ્મ ભૂષણ મળવા પર એક્ટર મિથુન ચક્રવર્તીએ કહ્યું, ‘હું ખૂબ જ ખુશ છું. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પાસેથી મારા માટે કંઈ માગ્યું નથી. જ્યારે મને ફોન આવ્યો કે તમને પદ્મ ભૂષણ આપવામાં આવી રહ્યો છે, ત્યારે હું એક મિનિટ માટે મૌન બની ગયો, કારણ કે મને તેની અપેક્ષા નહોતી.

Tags: delhivenkaiah naidu padhma vibhushan
Previous Post

રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ : આતંકીઓએ સરકારી કર્મચારીની ગોળી મારી હત્યા કરી

Next Post

અનંત-રાધિકાનાં લગ્ન લંડનમાં સ્ટોક પાર્ક એસ્ટેટમાં થશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
અનંત-રાધિકાનાં લગ્ન લંડનમાં સ્ટોક પાર્ક એસ્ટેટમાં થશે

અનંત-રાધિકાનાં લગ્ન લંડનમાં સ્ટોક પાર્ક એસ્ટેટમાં થશે

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

દંતાલી કેનાલ પાસે વાગદત્તા સાથે ફોટો શૂટ કરતા મંગેતર લૂૂંટાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.