પ્રયાગરાજમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ધમકી આપતો વીડિયો સામે આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપતા યુવક સામે પ્રયાગરાજ પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. આ સાથે પોલીસે તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે. વાયરલ વીડિયોના આધારે આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજના ગંગાનગર ઝોનના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે કેસ દાખલ કર્યો છે.
આરોપી શમીમ ઉર્ફે બબલુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શમીમ એવું કહી રહી રહ્યો છે કે, ‘જો યોગી આદિત્યનાથ તેના ઘર પર બુલડોઝર ચલાવાની હિંમત કરશે તો હું તેને બકરાની જેમકાપી નાખીશ.’ નોંધનીય છે કે, આરોપી યુવક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આરોપી શમીમ પ્રયાગરાજના લાલ ગોપાલગંજ શહેરના ઇમામગંજ વિસ્તારનો રહેવાસી છે. મળતી વિગતો પ્રમાણે આરોપી અત્યારે દિલ્હીમાં રહે છે.