લોકસભા ચૂંટણી હવે છેલ્લા દોરમાં પહોંચી ચૂકી છે. આઠ રાજયોની 57 સીટો પર એક જૂને વોટીંગ છે. અત્યાર સુધીના જમીની સમીકરણોના હિસાબથી છેલ્લા ચરણમાં કરો યા મરો જેવી સ્થિતિ છે. અહીંની ચૂક એનડીએ કે ઈન્ડીયા કોઈપણ દળનું રાજકીય ગણીત બગાડી શકે છે એટલે બધા દળો પુરી તાકાતથી આખરી જંગને જીતવાની કોશિશમાં લાગ્યા છે.
માનવામાં આવે છે કે, આ વખતે અનેક સીટો પર ચુંટણી જંગ નજીકનાઓમાં છે. ઉતરપ્રદેશ અને બિહારમાં અનેક સીટોમાં જમીની હાલતમાં ફેરફારની વાત કરવામાં આવી રહી છે. બિહારમાં પણ કેટલીક સીટો ફસાયેલી છે. બંગાળમાં પણ ટીએમસીના ગઢમાં ભાજપ છેદ લગાડવાની કોશિશ કરી રહ્યું છે. પંજાબમાં આમ આદમી પાર્ટી મજબૂત દેખાઈ રહી છે.
7માં ચરણમાં બંગાળની જે 9 સીટો પર ચુંટણી થનાર છે, તે બધી સીટો પર તૃણમુલ કોંગ્રેસે જીત નોંધાવી હતી. યુપીમાં જે સીટો પર ચુંટણી છે ત્યાં મોટાભાગની સીટો પર ભાજપે ઝંડો લહેરાવ્યો હતો. બિહારમાં એમડીએનો દબદબો હતો, પણ આ વખતે જમીની હાલત પહેલા જેવી નથી. આ ચરણમાં વડાપ્રધાનની વારાણસી સીટ પર મતદાન થનાર છે જયાં જીતનું અંતર વધારવા માટે સતા પક્ષના તમામ ધુરંધર નેતા પહોંચેલા છે જયાં આ પ્રદેશમાં આસપાસની અનેક સીટો પર કઠોર મુકાબલો માનવામાં આવી રહ્યો છે. બંગાળમાં મમતા બેનર્જીના રાજકીય વારસ મનાતા અભિષેક બેનર્જીની ડાયમંડ હાર્બર અને લાલુપ્રસાદ યાદવની દીકરી મીસા ભારતીની પાટલીપુત્ર સીટ પર પણ આ ચરણમાં વોટ પડનાર છે.