લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આજે એટલે કે 4 જૂને સેન્સેક્સ લગભગ 3000 પોઈન્ટ સુધી ડાઉન થયો છે. જ્યારે નિફ્ટીમાં પણ 1 હજાર પોઈન્ટ સુધીનો ઘટાડો થયો છે. બજારને અપેક્ષા હતી કે NDA જંગી બહુમતી સાથે આવશે. વલણોમાં NDA અને I.N.D.I.A. વચ્ચે મજબૂત ટક્કર દેખાઈ રહી છે.
પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 151 પોઈન્ટ નીચે ખૂલ્યો હતો લોકસભા ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ આવતાની સાથે જ શેરબજાર પ્રી-ઓપનિંગ સેશનમાં ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે એટલે કે 4 જૂનના રોજ પ્રી-માર્કેટમાં સેન્સેક્સ 151 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ 84 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી. NSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી PSU બેન્ક ઇન્ડેક્સ 7%થી વધુ ઘટ્યો છે. મેટલમાં 5% અને નાણાકીય સર્વિસમાં 4%થી વધુનો ઘટાડો છે. રિયલ્ટી અને પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ પણ 3%થી વધુ નીચે છે.