હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી તા. 15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસાનું આગમન થશે. તેવું હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે. મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. હવે થોડાક દિવસોમાં ગુજરાતમાં પણ વિધિવત ચોમાસાનું આગમન થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે. અમદાવાદ ગાંધીનગરમાં રવિવારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 6 દિવસ રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
6 જૂન દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે. 7 જૂન દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાણ, દમણમાંમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જૂન આણંદ, પંચમહલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, ગીર સોમનાથ, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જૂન મહેસાણા, સાબરકાંઠા, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો
દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદથી વીજ પ્રવાહ ખોરવાતા બફારા વચ્ચે લોકો પરેશાન થયા. ગુજરાતમાં આગામી6દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે આજે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે છે.