Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

4 મહિના પછી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : એનડીએ ઘટક પક્ષોમાં સીટોની વહેંચણી પર વિવાદ સંભવ

શિંદે અને અજિત જૂથના 15-20 ધારાસભ્ય ઘરવાપસીની રાહમાં?

dharmendravaghela by dharmendravaghela
2024-06-11 12:02:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એનડીએને 24 બેઠકો પર નુકસાન થયું જેથી ભાજપ, સીએમ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીમાં બેચેની છે. ગઠબંધનને ડર છે કે જો લોકસભા ચૂંટણી જેવો માહોલ રહેશે તો આગામી 4 મહિના પછી યોજનાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન, શિંદે અને અજિત જૂથના 15-20 ધારાસભ્ય ઘરવાપસીની રાહ તલાશી રહ્યા છે.
એનસીપીના છગન ભુજબલ, શિંદેના મંત્રી અબ્દુલ સત્તારે સંકેત આપ્યા છે. મોદી કેબિનેટમાં એનસીપીને સ્થાન ન મળતાં અજિત જૂથમાં અસંતોષ વ્યાપી ગયો છે. મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી છે. 2019માં ભાજપ-શિવસેનાનું ગઠબંધન હતું ત્યારે 288માંથી ભાજપ 105 અને શિવસેના 56 બેઠકો પર ચૂંટણી લડી હતી.
સૂત્રો મુજબ વિધાનસભા કાર્યકાળનો સમય હવે ચાર મહિના બાકી રહ્યો છે. તેથી શિંદે કે અજિત જૂથના ધારાસભ્યો ઉતાવળમાં પક્ષ નહીં બદલે. તેઓ ચાર મહિના સત્તામાં રહી ક્ષેત્ર માટે ફંડ લેશે. જ્યારે ચૂંટણી એકદમ નજીક આવશે ત્યારે નેતાઓમાં પક્ષપલટો જોવા મળી શકે છે.
સીટ વહેંચણી વિવાદ- પોતાનો મુખ્યમંત્રી નીમવા ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભામાં 170-180 બેઠકો પર લડશે. ત્યારે શિંદે, અજિત 100 પર નહીં માને. પાર્ટી તોડવા બદલ લોકસભા ચૂંટણીમાં શરદ-ઉદ્ધવને જનતાની સહાનુભૂતિ મળી. તેમનો સાથ આપવાથી કોંગ્રેસને પણ ફાયદો થયો. લોકસભા પરિણામમાં નજર કરીએ તો 288 વિધાનસભા ક્ષેત્રમાંથી 150 પર ઈન્ડિયાના વોટ વધારે રહ્યા. આ દરમિયાન શરદ પવારે અજિતના 30 ધારાસભ્યનો ટાર્ગેટ કરતાં તેમના વિરુદ્ધ મજબૂત ઉમેદવારો ઊભા રાખ્યા. અજિતના કેટલાક વિધાયકો ફરી પવાર પાસે આવવા માગે છે. પરિણામ બાદ અજિતની બેઠકમાં 5 ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા.

Tags: Maharashtrandavidhansabha election
Previous Post

લોકસભા અધ્યક્ષ : TDP અને જેડીયુ રેસમાં સામેલ

Next Post

માલાવીના વાઇસ પ્રેસિડેન્ટનું વિમાન ગુમ,

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
માલાવીના વાઇસ પ્રેસિડેન્ટનું વિમાન ગુમ,

માલાવીના વાઇસ પ્રેસિડેન્ટનું વિમાન ગુમ,

ગોલ્‍ડ ઈટીએફએ તોડયા રોકાણના રેકોર્ડ : ૮૨૭.૪૩ કરોડનું રોકાણ

ગોલ્‍ડ ઈટીએફએ તોડયા રોકાણના રેકોર્ડ : ૮૨૭.૪૩ કરોડનું રોકાણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.